- વાસણા રોડ પર 53 વર્ષીય સમીર કૌલનું હાર્ટ એટેકથી મોત
- છેલ્લા 17 દિવસમાં 14 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ
- તરસાલીમાં 51 વર્ષીય ભરત પરમારનું હાર્ટએટેકથી મોત
વડોદરામાં હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત થયા છે. જેમાં વાસણા રોડ પર 53 વર્ષીય સમીર કૌલનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમજ તરસાલીમાં 51 વર્ષીય ભરત પરમારનું હાર્ટ એટેકથી મોત થયુ છે. શહેરમાં છેલ્લા 17 દિવસમાં 14 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.
શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે લોકોના મોત
શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે લોકોના મોત થયા છે. તેમાં વાસણા રોડ ખાતે રહેતા 53 વર્ષીય સમીર કૌલનું મોત થયુ છે. તેમજ સમીર કૌલ ખાનગી કલબમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. રાત્રે સુઈ ગયા બાદ તેઓ બેશુદ્ધ થઈ ગયા હતા. જેમાં એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. 51 વર્ષીય ભરત પરમારનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તેમાં તરસાલી ખાતે રહેતા ભરત પરમાર સ્કૂલ વેનના વ્યવસાયમાં હતા.
મોડી રાત્રે ગળામાં બળતરા અને છાતીમાં દુખાવો થયો
મોડી રાત્રે ગળામાં બળતરા અને છાતીમાં દુખાવો થયો હતો. જેમાં એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા છે. છેલ્લા 17 દિવસમાં 14 લોકોના હાર્ટ એટેકથી મોત થતા શહેરમાં ચકચાર મચી છે. રાજ્યમાં શરૂ થયેલો હાર્ટ એટેકનો સિલસિલો હજુ પણ યથાવત છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગઇકાલે પણ વડોદરામાંથી વધુ બે યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યાના સમાચાર સામે આવ્યા હતા.
વાઘોડિયા વિસ્તારમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત
મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરમાંથી વધુ બે યુવાઓના હાર્ટ એટેકથી મોત થયા હતા. સવારે વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રહેતા યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે, વાઘોડિયા રૉડ પર રહેતો 37 વર્ષીય તત્સતકુમાર ભટ્ટ ક્રિકેટ રમવા ગયો હતો ત્યાં તેને અચાનક ગભરામણ થઇ અને ઢળી પડ્યો હતો. બાદમાં તેને ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત શહેરના ફતેગંજમાં પણ બીજી એક હાર્ટ એટકની ઘટના સામે આવી હતી. ફતેગંજના કમાટીપુરામાં રહેતો 47 વર્ષીય સંતોષ દેસાઈને ફરજ હતો તે દરમિયાન તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. બાદમાં સંતોષને સારવાર અર્થે ગોત્રી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.









