- સુરતમાં 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
- સારવાર મળે તે પહેલાં જ તબીબે મૃત જાહેર કર્યો
- 30 વર્ષીય એલિન પટેલનું હાર્ટ એટેકથી મોત થયુ
રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ બે યુવકના જીવ ગયા છે. જેમાં સુરતમાં 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. યુવાન સચિન જીઆઇડીસી કંપનીમાં કામ કરતો હતો. તેમાં મોહમ્મદ જહાંગીરને છાતીમાં દુઃખાવો થયો હતો. ત્યારે સારવાર મળે તે પહેલાં જ તબીબે મૃત જાહેર કર્યો છે. તથા યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી.
યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. અચાનક હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થયો છે. તેમજ મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બીજી ઘટનામાં 30 વર્ષીય એલિન પટેલનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં હાર્ટ એટેક આવતા બાથરૂમમાં જ ઢળી પડયો હતો. ત્યારે યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધ્યું છે તેમ લાગી રહ્યું છે. જેમાં યુવક ઘરે બાથરૂમ ગયો હતો, કલાક સુધી બહાર આવ્યો નહીં. તેથી ઘરવાળાઓએ દરવાજો તોડી નાખ્યો હતો.
હાર્ટ એટેક આવતા બાથરૂમમાં જ ઢળી પડયો
બમરોલી ગામ ખાતે એલિન પટેલ રહેતો હતો. જેમાં હાર્ટ એટેક આવતા બાથરૂમમાં જ ઢળી પડયો હતો. ત્યારે પરિવારના સભ્યો કારમાં લઈને હોસ્પિટલ પહોચ્યા હતા. જ્યા ડોક્ટરોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો.









