- ડીસા પાટણ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના
- બેફામ વાનચાલકની અડફેટે 2ના મોત
- લારી પર પકોડી ખાતા 2ને અડફેટે લીધા
બનાસકાંઠાના ડીસા-પાટણ હાઈવે પર હિટ એન્ડ રનમાં બે વ્યકિતના મોત થયા છે,બે વ્યકિતઓ રોડ પર ઉભા રહીને પકોડી ખાઈ રહ્યા હતા તે વખતે પીકઅપ ચાલકે તેમની પર ડાલુ ચઢાવી દીધુ હતુ જેમાં બે વ્યકિતઓ ઘટના સ્થળે જ મોતને ભેટયા તો રોડ પર ગાય બેસી હતી તેનું પણ મોત થયુ હતુ,ચાલક ઢૂવા રોડ પર વાન મૂકીને ફરાર થયો હતો.
અકસ્માત સર્જનાર વાનચાલક સામે ફરિયાદ
ઘટનાની જાણ થતા ડીસા દક્ષિણ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી,તો આસપાસના લોકોના નિવેદન નોંધી સીસીટીવી પણ ચકાસ્યા હતા,મહત્વનું છે કે રાત્રીના સમયે આ ઘટના બની હતી,તો પીકઅપ ચાલક ઘટના બનતાની સાથે જ ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો,પોલીસે કારના નંબરના આધારે વધુ તપાસ હાથધરી છે.મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
હાઈવે પર સૌથી વધારે બને છે હીટ એન્ડ રનની ઘટના
પાલનપુર હાઈવે પર થોડા દિવસ પહેલા હીટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં બે વ્યકિતના ઘટના સ્થળે મોત થયા હતા,આ ઘટના છાપી રોડ પર બની હતી જેમાં હજી આરોપી ઝડપાયા નથી,સાથે સાથે આ રોડ પર હીટ એન્ડ રનની ઘટના સામન્ય બનતી હોય છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે.
શું કહે છે હિટ એન્ડ રનનો નવો કાયદો
આ નવા કાયદાની કલમ 104માં હિટ એન્ડ રનનો ઉલ્લેખ છે. આ મુજબ, જો વાહનચાલકની બેદરકારીના કારણે કોઈ નાગરિકનું મૃત્યુ થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો તમે સરળ શબ્દોમાં સમજીએ તો, જો કોઈ ડ્રાઇવર એકસીડન્ટ કરે છે અને તે કોઈ માહિતી આપ્યા વગર જ સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.









