• સચિન GIDCમાં 36 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મોત
  • કામરેજમાં 40 વર્ષીય સુશાંત નામના યુવકનું પણ મૃત્યુ
  • અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ નીપજ્યું મોત

સુરતમાં હાર્ટ એટેકથી વધુ બે લોકોનાં મોતથી હડકંપ મચ્યો છે. જેમાં સચિન GIDCમાં 36 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. કામરેજમાં 40 વર્ષીય સુશાંત નામના યુવકનું પણ મોત થયુ છે.અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ મોત નીપજ્યું હતુ.

બંને મૃતકોને કોઈપણ ગંભીર બીમારી નહોતી

[[$googlead]]

બંને મૃતકોને કોઈપણ ગંભીર બીમારી નહોતી. તેમજ પોલીસે મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. બંનેના મોત બાદ તેમના પરિવારમાં માતમ છવાયો છે. તથા સચિન જીઆઇડીસીમાં 36 વર્ષીય આબીદાખાતુંન નામની મહિલાનું મોત થયુ છે. તેમજ કામરેજના 40 વર્ષીય સુશાંત નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત થયુ છે. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

[[$alsoread]]

નવરાત્રિ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગરબે ઘૂમતા 4 લોકના મોત

કોરોનાકાળ બાદ સતત નાની વયે હાર્ટ એટેક અને હાર્ટ એટેકથી મોતની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નાની વયે હાર્ટ એટેકથી જીવ ગુમારની સંખ્યા 11એ પહોંચી છે. નવરાત્રિ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગરબે ઘૂમતા 4 લોકના મોત થયા છે તો અન્ય 7 યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતની વધતી જતી સંખ્યાએ ચિંતા જગાડી છે.

હાથીજણમાં ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ અટેકના કારણે મોત

અગાઉ અમદાવાદના હાથીજણમાં ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યુ હતું. અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો હતો. અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતુ. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું હતુ. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો. જેમાં યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા જ તેમનું મોત થયું હતું.


  • Follow us on: