• બે નામચીન શખ્સોને રૂ. 7.96 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતા

  • પોલીસે કુલ રૂ. 13 લાખથી વધુનો કુલ મુદામાલ કબજે કર્યો
  • આરોપી કલ્પેશ ઉર્ફે લાલો અનેક ગુનાહિત પ્રવૃત્તિ આચરતો હોવાનું સામે આવ્યું છે  

જિલ્લા એસઓજી ટીમે અમદાવાદ - માળીયા હાઇવે ઉપર હળવદ નજીકથી મોરબીના બે નામચીન શખ્સોને રૂ. 7.96 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે કુલ રૂ. 13 લાખથી વધુનો કુલ મુદામાલ કબજે કરીને હળવદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે.

હળવદ નજીક શક્તિનગર મંદિર સામેથી એસઓજી ટીમે બાતમીને આધારે માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના મોટા જથ્થા સાથે આરોપી કલ્પેશભાઇ મધુભાઇ નિમાવત તથા અહેમદ દાઉદભાઇ સુમરા બંને રહે. મોરબીવાળાને બ્રેજા કાર નંબર GJ-36-AC-4325 વાળીમાં 79.68 ગ્રામ મેફેડ્રોન પાવડર કિંમત રૂપિયા 7,96,800 સાથે ઝડપી લીધા હતા. બન્ને આરોપીઓ મેફેડ્રોનનો આ જથ્થો અમદાવાદથી લાવી મોરબી તરફ્ જતા હોવાની બાતમીને આધારે એસઓજી ટીમે કામગીરી કરી હતી. નોંધનીય છે કે, આરોપી કલ્પેશ ઉર્ફે લાલો અનેક ગુનાહિત પ્રવૃત્તિ આચરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે કલ્પેશભાઇ ઉર્ફે લાલો મધુભાઇ નિમાવત અને આરોપી અહેમદ દાઉદભાઈ સુમરાને મેફેડ્રોન ડ્રગ્સ, રોકડા રૂ. 41 હજાર, 3 મોબાઇલ ફેન તેમજ કાર સહિતરૂ. 13,48,800નો મુદ્દામાલ કબજે કરી નાર્કોટિક્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.


  • Follow us on: