• સુરતના હજીરાની ટ્રક બંધ પડેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ

  • આ અકસ્માતમાં બંને ટ્રકચાલકોનો આબાદ બચાવ થયો હતો
  • સિટી પોલીસે સત્તવાર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે

વલસાડ ધરમપુર ઓવરબ્રિજ પર સુરત તરફથી આવી રહેલી ટ્રકના ચાલકે કાબૂ ગુમાવી દીધા બાદ, તેની ટ્રક હાઇવે પર બંધ પડી ગયેલી બીજી ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને ટ્રકચાલકોનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાસ્થળ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ટ્રક (નંબર જીજે 16 એવી 7248)નો ચાલક સુરતના હજીરાના દાનીપૂરથી પી.ટી.એ પાવડરનો જથ્થો ભરીને આજરોજ સેલવાસ તરફ જવા માટે નીકળ્યો હતો. ટ્રકચાલક વલસાડ ધરમપુર ઓવરબ્રિજ ઉપરથી પૂરઝડપે પસાર થઇ રહ્યો હતો ત્યારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધા બાદ તેની ટ્રક ઓવરબ્રિજ પર બંધ પડેલી બ્લિચિંગ પાવડરનો જથ્થો ભરેલી ટ્રક (નંબર જીજે 16 એવી 9704)ની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.

 અકસ્માતને પગલે પી.ટી.એ પાવડરનો જથ્થો ભરેલી ટ્રકનો ચાલક ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો. સ્થળ પર દોડી આવેલા સ્થાનિક રહીશોએ ટ્રકમાં ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને કરાતા, સ્થળ પર પહોંચેલી સિટી પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હાઇવે પરથી ખસેડી લઈન, ખોટકાયેલવાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. જે બાબતે સિટી પોલીસે સત્તવાર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.


  • Follow us on: