• 25 વર્ષના વિરલ નામના યુવકનું હાર્ટ એટેકથી મોત
  • 35 વર્ષના સફાઇ કામદારનું હાર્ટ એટેકથી મોત
  • સારવાર મળે તે પહેલા જ બંનેના મોત નિપજ્યા

24 કલાકમાં બે હાર્ટ એટેક

રાજકોટમાં 24 કલાકમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. હાર્ટ એટેકથી મોતની ઘટનાના સમાચારો દિવસેને દિવસે વધતાં જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં હાર્ટ એટેકથી થતાં મૃત્યુનો સિલસિલો યથાવત છે.

બે મહિના પહેલા જ જીમ શરુ કર્યું

મળતી માહિતી મુજબ, રાજકોટમાં રહેતાં વિરલ નામના 25 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. કેવડ વાડીમાં રહેતો વિરલ જીમમાંથી ઘરે આવ્‍યા બાદ તેને અચાનક શ્વાસ ચડવા લાગ્યો હતો અને ત્યાર બાદ તે બેભાન થઇ ઢળી પડયો હતો. તપાસ કરતાં ખબર પડી કે તેને હાર્ટ એટેક આવ્યો છે અને મૃત્યુ પામ્યો છે. વિરલ માતા પિતાનો એકનો એક પુત્ર હતો અને ગુંદાવાડીમાં રેડીમેઇડ કપડાની દૂકાનમાં વેપાર કરતો હતો. તો બીજી તરફ તેમના પિતા લીમડા ચોકમાં આવેલી હોટેલ જયસનમાં નોકરી કરે છે. વિરલે બે-ત્રણ દિવસ પહેલાં જ ભક્‍તિનગર સર્કલ પાસે આવેલા જીમમાં જવાનું ચાલુ કર્યુ હતું.

કોર્પોરેશમાં સફાઈ કામદાર હતા

બીજી ઘટનામાં મળતી માહિતી મુજબ, રાજકોટના નવા થોરાળા શેરી નં. ૬ માં રહેતાં મનીષભાઇ ઉ.વ.૩૫ સવારે ઘરે બાથરૂમમાં એકાએક ઢળી પડતાં બેભાન થઇ ગયા હતા અને તેમનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. તેમના પરિવારમાં બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં અને સંતાનમાં એક પુત્રી છે અને તે મ્‍યુ. કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતા.

પરિવારમાં શોક

બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબીબે બંનેને મૃત જાહેર કરતાં બંનેના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

હાર્ટ એટેકની સ્થિતિને "મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન" કહેવાય

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને "મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન" કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે. જેમાં હ્રદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે હ્રદય કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે.

  • Follow us on: