ઉમરેઠ પોલીસે ગત 22મી તારીખના રોજ રાત્રિના સુમારે એક શંકાસ્પદ કારનો પીછો પકડીને માર્કેટ યાર્ડ નજીકથી બિનવારસી હાલતમાં ઝડપી પાડીને તેમાં તપાસ કરતાં અંદરથી બે મોમાઈલ ફોન અને પાંચ બકરા મળી આવ્યા હતા. જેના આધારે તપાસ કરીને પોલીસે ઉમરેઠના બે શખ્સોને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાત્રિના સુમારે ઉમરેઠ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ સ્વીફ્ટ કાર આવી પહોંચતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતાં ઉમરેઠ ઓડ પર ભાગ્યા હતા. જેથી પોલીસે પીછો કરતાં માર્કેટ યાર્ડ તરફ્ આગળ જઈને કાર ઉભી રાખી તેમાંથી બે શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે કારનો કબજો લઈને તપાસ કરતાં અંદરથી બે મોબાઈલ ફોન અને પાંચ બકરા મળી આવ્યા હતા. જે પોલીસે જપ્ત કરીને પાંચેય બકરાને સારળ સંભાળ માટે મોકલી આપ્યા હતા. ત્યારબાદ તપાસ કરતાં કાર મૂકે ભાગીગયેલા શખ્સો અજય કનુભાઈ તળપદા (રહે. ઓડ બજાર, ઉમરેઠ) અને સુભાષ નટુભાઈ તળપદા (રહે. જાગનાથ ભાગોળ, ઉમરેઠ)ના હોવાનું જણવા મળ્યું હતું. જેથી પોલીસે બંનેને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.










