• કોડીનારના પીછવી ગામના ફાટક પાસે બની ઘટના
  •  ટ્રેનની ટક્કરમાં બસ પલ્ટી ગઈ
  • બસમાં સવાર ત્રણ લોકોને થઈ ઇજા

ઉનામાં ટ્રેનની અડફેટેમાં બસ આવતાં મોટી દુર્ઘટના બની છે. જેમાં કોડીનારના પિછવી અને હડમડીયા ગામ વચ્ચે ખુલ્લા રેલવે ફાટક પાસે દેલવાડા-જૂનાગઢ રૂટની લોકલ ટ્રેન સાથે ખાનગી ટ્રાવેલ્સ હડફેટે બસ પલ્ટી ગઈ હતી. જોકે કોઈપણ જાનહાનિ થઈ નથી.


[[$googlead]]

[[$alsoread]]

તેમજ રેલવે ટ્રેક પર લોકલ ટ્રેન જતી હતી ત્યારે ખુલ્લા ફાટક પાસે બસ પસાર થતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. કામધેનું નામની ખાનગી બસ નં.જીજે 26 ટી 6232 પલ્ટી ખાઇ ગઈ હતી. જો કે, સદનસીબે જાનહાનિ નહીં હતી. જોકે બસમાં સવાર લોકોને ઈજા પહોંચી છે.


આ દરમિયાન બસમાં સવાર ત્રણ લોકોમાંથી એક ડ્રાઈવરને સમાન્ય ઈજા થઈ છે. જેમાં 108 દ્વારા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ રેલવે વિભાગ દ્વારા પણ આ બેદરકારી અંગે તપાસ કરવામાં આવી રહી છે.


  • Follow us on: