નાણામંત્રી નિર્મલા સીતારમણ અત્યારે બજેટ રજૂ કરી રહ્યા છે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ MSME ક્ષેત્રનો વિકાસ કરવાને લઈને સંકેતો આપ્યા. નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પીએમ મોદીના નેતૃત્વમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને વધુ ગતિ આપીશું. વધુમાં તેમણે કહ્યું અમે લઘુ ઉદ્યોગો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને લક્ષ્યમાં રાખી નવા સુધારણા પર ધ્યાન આપીશું. આ ઉપરાંત સ્ટાર્ટઅપની સાથે આજના સમયની નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અત્યાધુનિક તકનીકના ઉપયોગ કરવા અંગે પણ અમારું લક્ષ્ય રહેશે.

MSME ક્ષેત્રનો વિકાસ

બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં મહિલાઓ અને યુવાનોને રોજગાર મળી રહે માટે લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું પડશે. અમે ઈચ્છીએ છીએ કે MSME ક્ષેત્રનો વિકાસ થાય. આથી જ આગામી સમયમાં MSME ક્ષેત્ર માટે ક્રેડિટ ગેરંટી કવરમાં વધારો કરીશું. બજેટમાં સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે ક્રેડિટ ગેરંટી કવર 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવે તેવી સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી. સરકારે સ્ટાર્ટઅપ ઉદ્યોગો માટે TDS રેટમાં ઘટાડો કર્યો છે જે 1 ઓક્ટોબર, 2024 થી લાગુ કરવામાં આવ્યો હતો. ઓપરેટરો માટે TDS રેટ 1% થી ઘટાડીને 0.1% કરવામાં આવ્યો હતો.

સ્ટાર્ટઅપ ઉદ્યોગો ઉપરાંત AIના પ્રાથમિક ઉદેશ્યને ધ્યાનમાં રાખતા તેના ઉપયોગને લઈને વધુ વિવિધ ક્ષેત્રને સક્ષમ કરવા પ્રયાસ કરાશે. AI આધુનિક તકનીક માનવીની જેમ જ વિચારવા અને શીખવા માટેનો એક મશીન પ્રોગ્રામ છે. AI ટેકનોલોજીનો વિવિધ ક્ષેત્રમાં ઉપયોગ કરી ઝડપી કામગીરી દ્વારા ઉત્પાદન વધારવા પર લક્ષ્ય અપાશે.

વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનવા તરફ આગળ 

ભારત અત્યારે સ્ટાર્ટઅપ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આથી આ ઉદ્યોગ સાહસિકો આજના બજેટને લઈને ઉચ્ચ અપેક્ષા સેવી રહ્યા છે. ઉદ્યોગોને લઈને કેટલીક નીતિઓના કારણે ભારત વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી સમયમાં વૈશ્વિક સ્તરે સ્ટાર્ટઅપની સ્થિતિ વધુ મજબૂત થાય માટે રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો પોતાના નિશ્ચિત લક્ષ્યાંકમાં કેટલીક રાહતોની અપેક્ષા રાખી રહ્યા છે. આજના બજેટમાં સ્ટાર્ટઅપને લઈને મહત્વની જાહેરાત રોકાણકારોને પ્રોત્સાહન આપશે.