• કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક શરૂ
  • મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રી પણ રહ્યા હાજર
  • રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે સમીક્ષા કરાશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગર ખાતે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. પશ્ચિમ ઝોનલ કાઉન્સિલમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ, દીવનો સમાવેશ થાય છે. આ બેઠકમાં દરેક રાજ્યના બે વરિષ્ઠ મંત્રીઓ સહિત સભ્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો હાજર રહ્યા છે. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, સલાહકારો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કેન્દ્રીય ગૃહ સચિવ, આંતર રાજ્ય પરિષદના સચિવ અને કેન્દ્ર સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.


[[$googlead]]

આ બેઠકમાં ઝોનલ કાઉન્સિલ આંતરમાળખાકીય સુવિધાઓ, ખાણકામ, પાણી પુરવઠો, પર્યાવરણ અને જંગલો અને રાજ્ય-પુનઃરચના તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT), ટેલિકોમ્યુનિકેશન/ઈન્ટરનેટનું વ્યાપક વિસ્તરણ અને સામાન્ય પ્રાદેશિક હિતોના મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, 1956ની કલમ 15-22 હેઠળ વર્ષ 1957માં પાંચ ઝોનલ કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ પાંચ ઝોનલ કાઉન્સિલના અધ્યક્ષ છે. અમિત શાહે રાજ્યોને સશક્ત કરવા અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નીતિગત માળખા પર વધુ સારી સમજણને પ્રોત્સાહન આપવા માટે સહકારી સંઘવાદના અભિગમ પર ભાર મૂક્યો છે. તેમણે વિવાદોને ઉકેલવા અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા માટે ઝોનલ કાઉન્સિલનો ઉપયોગ કરવાની હિમાયત કરી છે.

[[$alsoread]]


આ મુદ્દાઓ પર કરાશે ચર્ચા

1. યુનિયન ટેરેટરીમાં આવતા ગુજરાતના ગામડાઓના માર્જિન મુદ્દે ચર્ચા થશે, જેમાં મેઘવાલ નાગર રાયમલ અને મધુબન ગામનો સમાવેશ થાય છે

2. દીવ દમણની ટેરેટરીમાં આવતા ગુજરાતની જમીનો દીવ દમણમાં ટ્રાન્સફર કરવાનો મુદ્દો

3. બેંકોની બ્રાન્ચ પોસ્ટલ બેન્કિંગને લગતા તમામ વિષયો આધાર કાર્ડ અને ડીબીટીના મુદ્દાઓ

4 મહિલા વિરોધી કેસ બળાત્કાર સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ઝડપથી તપાસ

5. Fastrack કોર્ટમાં આવતા કેસો તથા નિકાલ

6. ગુજરાતમાંથી દીવમાં મોકલવામાં આવતા પીવાના પાણી પર સતત વધારવામાં આવતો ટેરીફ ચાર્જ

7. મોટર વ્હીકલ એક્ટ સ્ક્રેપ પોલિસી

8.PACS અમલીકરણની સ્થિત

9.આયુષમાન યોજના

10. કુપોષણ

11.સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો

12.તમામ રાજ્ય માં પ્રેઝન્ટેશન

  • Follow us on: