ઊંઝાના ટુંડાવ ગામે આવેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં બે વર્ષથી ચાલતું નકલી કુપન કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. ડેરીએ છપાવેલી અસલ કુપન જેવી નકલી કુપન બનાવી સાડા સાત લાખ કરતા વધુનું દૂધનું વેચાણ થઈ ગયું હોવાનું બહાર આવ્યું છે.


ટુંડાવ ગામે છેલ્લા બે વર્ષથી ડેરીમાં નકલી કુપન થકી દૂધનું વેચાણ થતું હતું. માર્ચ એન્ડિંગને લઈ હિસાબ થતા આ વર્ષે દૂધની કૂપનોમાં ગડબડ લાગતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. નકલી કુપન થકી અત્યાર સુધીમાં સાડા સાત લાખ કરતા વધુ દૂધનું વેચાણ થયું હોવાનું હકીકત બહાર આવેલ છે. ડેરી જેવી અસલ કુપન નકલી બનાવી કુપન બનાવનાર સ્થાનિક ટુંડાવ ગામનો ઈશ્વરભાઈ પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ડેરીના મંત્રીએ આ ઘટનાની જાણ કરતા ઈશ્વરભાઈ ડુપ્લીકેટ કુપન બનાવી હોવાની કબૂલાત કરી હોવાનું અને રકમ ભરી દેશે તેવું તેવુ જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે હજુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. બે વર્ષથી નકલી કૂપનથી દૂધનું વિતરણ થયું હોવા છતાં સ્થાનિક ડેરીના સત્તાવાળાઓ આ ઘટના અંગે વિગત કેમ ધ્યાને નહીં આવી તે સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.


  • Follow us on: