કડવા પાટીદારોની કુળદેવી અને જગતજનની માં ઉમિયાના ધામ ઉંઝા ખાતે ધજા મહોત્સવનો આજે ચોથો દિવસ છે, ત્યારે સવારથી જ માં ઉમિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો ઉંઝા પહોંચી રહ્યા છે.


[[$googlead]]

 7,000 કરતાં વધુ ધજાઓ માં ઉમિયાના શિખરે માં ઉમાના ભક્તો દ્વારા ચઢાવવામાં આવી

તમને જણાવી દઈએ કે આજે અત્યાર સુધી 7,000 કરતાં વધુ ધજાઓ માં ઉમિયાના શિખરે માં ઉમાના ભક્તો દ્વારા ચઢાવવામાં આવી હતી. ઉમિયા ધામ ઉંઝા ખાતે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ધજા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ મહોત્સવ દરમિયાન 11,000 ધર્મ ધજાઓ ભક્તો દ્વારા ચઢાવવામાં આવશે.

[[$alsoread]]

અંદાજિત 4.30 લાખ કરતા વધુ માં ઉમાના ભક્તોએ કર્યા દર્શન

ત્યારે આજે ધજા મહોત્સવ ચોથો દિવસ છે અને હજારોની સંખ્યામાં માં ઉમાના ભક્તો ઉમિયાધામ ઉંઝા ખાતે પહોંચ્યા હતા. અત્યાર સુધી અંદાજિત 4.30 લાખ કરતા વધુ માં ઉમાના ભક્તો દ્વારા માં ઉમાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા તો બીજી બાજુ 7,000 કરતાં વધુ ધજાઓ માં ઉમાના ભક્તો દ્વારા માં ઉમિયાના શિખરે ચઢાવવામાં આવી હતી.

રાજસ્થાન અને મધ્યપ્રદેશના માં ઉમાના ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા

ઉમિયા ધામ ઉંઝા ખાતે યોજાઈ રહેલા ધજા મહોત્સવમાં ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશમાંથી હજારોની સંખ્યામાં માં ઉમાના ભક્તો આવી પહોંચ્યા હતા. દૂરથી આવેલા ભક્તોએ માં ઉમિયાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ખાસ કરી અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના માં ઉમા ભક્તો દ્વારા પોતાના પહેરવેશમાં અહીંયા આવી પહોંચ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તમને જણાવી દઈએ કે સાત દિવસ ચાલનારા આ ધજા મહોત્સવમાં અંદાજિત 10 લાખ કરતા વધુ લોકો માં ઉમાના ભક્તો અહીં દર્શન માટે આવશે અને માં ઉમિયાના આશીર્વાદ મેળવશે. 

  • Follow us on: