રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વલસાડ, બોટાદ, ગોંડલ, રાજકોટ, જસદણ સહિત અન્ય શહેર અને ગામમાં વરસાદ વરસી રહ્યો છે. વલસાડના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તાલુકાના તૂટરીખેડ, ગુંદિયા, વિલ્સન હિલ, ચીખલપાડા, ખપાટ્યા, સિંગરમાળ, અવલખંડી જેવા વિસ્તારોમાં વરસાદી વાતવરણ બન્યું છે. છેલ્લા 3 દિવસથી મોડી સાંજે ધરમપુરના અંતરિયાળ વિસ્તાર તેમજ મહારાષ્ટ્રના બોર્ડરના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વરસાદથી કેરીના પાકને અને પશુઓના ઘાસચારાને નુકસાન થયું છે.


[[$googlead]]

બોટાદ શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ

બોટાદ શહેરમાં જોરદાર પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. દિવસ દરમિયાન ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. શહેરના ગઢડા રોડપર, જ્યોતિગ્રામ સર્કલ, ભાવનગર રોડ, પાળીયાદ રોડ, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

[[$alsoread]]

રાજકોટના ગોંડલ તાલુકામાં કમોસમી વરસાદ

ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. કોલીથડ ગામે ખેતરમાં ડુંગળીનો પાક પાણીમાં પલળ્યો છે. ભર ઉનાળે ખેતરો પાણીથી છલકાયા છે. રીબડા, રીબ દાળિયા, વાડઘરી, મેંગણી ગામમાં ખેતરોમાં પાણી ભરાયા છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાન જવાની ભીતિ છે. તલ, મગ, અડદના પાકને નુકસાનની ભીતિ છે. ત્યારે રાજકોટ-જસદણ તાલુકાના આટકોટ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે ગરમીના ઉકળાટ બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈને રસ્તા પર પાણી વહેતા થયા છે.

  • Follow us on: