આજે 5 મેના રોજ સમગ્ર રાજ્ય સહિત અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદના ધોળકામાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોળકા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે વાતાવરણમાં પલટાની સાથે જ વરસાદ વરસ્યો છે. શહેર તેમજ ગ્રામ્યમાં બરફના કરા સાથે વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ થતાં ખેડૂતો, ધંધાર્થીઓ, વેપારીઓને હાલાકી પડી રહી છે.


[[$googlead]]

ખેડૂતો કમોસમી વરસાદના કારણે ચિંતિત

બીજી તરફ રાજ્ય સહિત ધોળકા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ આ કમોસમી વરસાદના કારણે ચિંતિત જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને વધુ નુકસાન થવાની ભીતિ છે. ત્યારે ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને તેના કારણે ટુ-વ્હીલર ચાલકને પણ તકલીફ પડી રહી છે. જણાવી દઈએ કે ખંભાતના અખાતમાં ભારે ચક્રવાતને લઈ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વડગામ, આખોલ સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.

[[$alsoread]]

અમદાવાદના અનેક વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો

અમદાવાદના ધોળકામાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો છે. ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત અમદાવાદના નારોલ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો પરેશાન થયા હતાં. ભરૂચમાં પણ જંબુસર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરના પ્રહલાદનગર, શ્યામલ, નારોલ,બોપલ,શેલા,વસ્ત્રાપુર યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. બીજી તરફ ખંભાતમાં પણ અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ શરૂ થયો છે. કચ્છમાં પણ રાપરના જાટાવાડામાં કરા સાથે વરસાદ થયો છે. ધોળાવીરામાં કરા સાથે વરસાદ પડ્યો છે.


  • Follow us on: