ઉત્તર ગુજરાતમાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદે માઝા મૂકી હતી ત્યારે બનાસકાંઠામાં ભારે પવનથી લગ્નના મંડપ ઉડવા લાગ્યા હતા, પાંથાવાડાના ઉમરી ગામમાં લગ્નમાં મંડપ ઉડયો હતો, તો લોકો મંડપને બચાવવા માટે દોડધામ કરી રહ્યાં છે, પવન એટલો ફૂંકાઈ રહ્યો છે કે, મંડપને પકડી શકાતો નથી અને તે ધરાશાયી થઈ જાય છે. એક બાજુ લગ્ન અને બીજી બાજુ કમોસમી વરસાદથી લગ્ન જેના ઘરમાં હતા તે પરિવાર ચિંતામાં મૂકાયો હતો.


[[$googlead]]

બનાસકાંઠામાં કમોસમી વરસાદથી ઠેર ઠેર નુકસાન

લગ્નની સિઝન સમયે કમોસમી વરસાદ આવતા જેના ઘરે લગ્ન હતા તે પરિવાર ચિંતામાં મૂકાયો છે, આટલો બધો ખર્ચો કર્યો અને વરસાદ પાણી ફેરવીને જતો રહ્યો, બનાસકાંઠામાં અનેક જગ્યાએ લગ્નના મંડપ ઉડયા હતા તો બનાસકાંઠામાં ગઈકાલ રાતથી આજ વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો હતો. ખેડૂતોના તૈયાર થયેલા પાકને પણ ભારે નુકસાન થતા ખેડૂત પણ ચિંતામાં મૂકાયો છે, પાક તૈયાર થયેલો હતો અને વરસાદ આવવાથી તૈયાર થયેલા પાક પર પણ પાણી ફરી વળ્યું હતુ.

[[$alsoread]]

5 મે ના રોજ જાણો કયાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર ,પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, બોટાદ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ અને સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.

 

  • Follow us on: