• કેમિકલ ભરેલ વાહન ઠાલવવામાં માલપુરનો પો.કોન્સ્ટેબલ સસ્પેન્ડ

  • માલપુર પોલીસ સ્ટેશનના વધુ એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો
  • માલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભુપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો

અરવલ્લી જિલ્લામાં તાજેતરમાં મેઘરજના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં માલપુર પોલીસ સ્ટેશનના વધુ એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. કેમિકલ ભરેલ વાહન ઠલવવામાં આ કોન્સ્ટેબલની સંડોવણી હોવાનું સામે આવતાં પોલીસ અધિક્ષકે કોન્સ્ટેબલ સામે પગલાં ભર્યાં હતા. અને તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. માલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભુપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ અગાઉ અમદાવાદથી આવતું ઝેરી કેમિકલ્સ ઠાલવવા ગયેલ કોન્ટેબલ અને ટેન્કરના ચાલકે વીરપુરના ગ્રામજનોએ પકડયા હતા. આ બનાવના વીડિયો પણ વાયરલ થયા હતા.

બીજી તરફ વીરપુર પોલીસ પણ દોડી આવી હતી. માલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભુપેન્દ્ર ખાંટની કેમિકલ્સ ઠાલવવામાં શંકાસ્પદો ભૂમિકા જણાતાં અરવલ્લી એસપી સંજય ખરાતે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો હતો. ગત અઠવાડિયે દારૂકાંડમાં સંડોવાયેલ મેઘરજ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ જિલ્લામાં વધુ એક પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે. જિલ્લામાં વિવિધ કારણોસર છેલ્લા બે વર્ષમાં 30થી વધુ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


  • Follow us on: