કેન્દ્રીય લોક સેવા આયોગ (UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારોની આજે પરીક્ષા છે જેમાં અમદાવાદમાં પરીક્ષા કેન્દ્રમાં વિધાર્થીઓને પ્રવેશ અપાયો છે, દેશભરમાં લાખો વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે અને બે શિફ્ટમાં લેવાનારી પરીક્ષાનું આયોજન કરાયું છે, પહેલું પેપેર GS અને બીજું પેપેર CSATનું રહેશે અને પહેલું પેપર GSનું સવારે 9:30થી 11:30માં લેવાશે અને CSATનું પેપર બપોરે 2:30 વાગે શરુ થશે.


[[$googlead]]

આજે બે શિફ્ટમાં યોજાશે પરીક્ષા

UPSC દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા ૨૦૨૫ રવિવાર, ૨૫ મે, ૨૦૨૫ ના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષા બે અલગ અલગ શિફ્ટમાં લેવામાં આવશે.

[[$alsoread]]

પેપર ૧ (સામાન્ય અભ્યાસ)

સવારે ૯:૩૦ વાગ્યાથી ૧૧:૩૦ વાગ્યા સુધી

પેપર ૨ (CSAT-સિવિલ સર્વિસીસ એપ્ટિટ્યુડ ટેસ્ટ)

બપોરે ૨:૩૦ વાગ્યાથી ૪:૩૦ વાગ્યા સુધી

પ્રિલિમ્સ પરીક્ષા શું છે અને તેનું મહત્વ શું છે?

UPSC પ્રિલિમિનરી પરીક્ષા (પ્રિલિમ્સ) એ એક પ્રકારની સ્ક્રીનીંગ પરીક્ષા છે. આ પરીક્ષામાં મેળવેલા ગુણ અંતિમ મેરિટ યાદીમાં ઉમેરવામાં આવતા નથી. પ્રિલિમ્સનો મુખ્ય હેતુ ફક્ત મુખ્ય પરીક્ષામાં બેસવા માટે કયા ઉમેદવારો લાયક છે તે નક્કી કરવાનો છે. પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષામાં બેસવા માટે સક્ષમ બનશે. અંતિમ મેરિટ યાદી અથવા ફાઇનલ રેન્કિંગમાં ફક્ત મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં મેળવેલા ગુણ જ ઉમેરવામાં આવે છે, પ્રિલિમ્સના ગુણ ધ્યાનમાં લેવાતા નથી.


  • Follow us on: