- ‘નવરાત્રિમાં સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા’
- ઉર્વશી સોલંકીનું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ
- વાયરલ વીડિયો નડિયાદનો હોવાનું અનુમાન
નવરાત્રિને લઈ કલાકાર ઉર્વશી સોલંકીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નડિયાદમાં એક કાર્યક્રમ દરમિયાન લાઈવ સ્ટેજ પર ઉર્વસી સોલંકીએ કહ્યું કે, ગુજરાતીઓ પ્રેમની અભિવ્યક્તિ માટે વેલેન્ટાઈન્સ ડેન નહીં પરંતુ ગરબાની રાહ જુએ છે.
નડિયાદમાં એક કાર્યક્રમ ઉર્વશી સોલંકીએ સ્ટેજ પરથી ખેલૈયાઓને એવું કહ્યું કે,નવ દિવસમાં તમને સાથી ન મળે તો ખરેખર ગરબા જ રમ્યા કહેવાય. અને જેમનું આ નવ દિવસમાં સેટિંગ ન થયું એ આવતી નવરાત્રિની રાહમાં છે. ઉર્વશી સોલંકીનું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
આ અંગે વિવાદ વધતાં અને સોશિયલ મીડિયા પર ઉર્વશી સોલંકીનો વિરોધ વધતાં પોતાની વાતને ફેરવી તોડી છે. જેની સાથે જ ઉર્વશીએ કહ્યું કે, હું આવું કંઈ બોલી જ નથી. વાયરલ વીડિયો પછી ઉવર્શી સોલંકીના આ વાયરલ વીડિયોની સંદેશ ન્યૂઝ પુષ્ટી કરી રહ્યું નથી.
નડિયાદ ખાતેથી એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતી અભિનેત્રી ઉર્વશી સોલંકી હિંદુઓના આ પવિત્ર ઉત્સવને લાંછન લગાવતું નિવેદન આપી રહ્યા છે. જો કે વિવાદ વધતાં અભિનેત્રી પોતાનું નિવેદન આપ્યું જ નથી એમ કહ્યું છે.









