હવામાન વિભાગ દ્વારા દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે હવામાન વિભાગની આગાહીની વચ્ચે ઉત્તરાખંડમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને સાથે જ નદીઓના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો હતો. ત્યારે યમુના નદીના જળસ્તરમાં વધારો થતાં રસ્તાઓ ધોવાયા હતા. ભારે વરસાદ બાદ યમુના નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું.


[[$googlead]]

જાનકી ચટ્ટીમાં યમુના નદીનું રૌદ્ર રૂપ

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેને લઈને યમુનોત્રીમાં અસ્થાયી પુલ અને સુરક્ષા દિવાલને નુક્સાન પહોંચ્યું હતું. ત્યારે વરસાદના કારણે જાનકી ચટ્ટી બસ પાર્કિંગમાં પાણી ભરાઇ ગયા હતા. તો ત્રણ ખચ્ચર યમુના નદીના પ્રવાહમાં વહી ગયા હતા અને સાથે જ એક બાઇક પણ દટાઈ ગયું હતું. જાનકી ચટ્ટીમાં યમુના નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. ત્યારે રુદ્રપ્રયાગમાં ફસાયેલા 106 લોકોને હેલિકોપ્ટરથી બહાર કાઢવામાં આવ્યા હતા.

[[$alsoread]]

પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું

વરસાદને કારણે પાણીનું સ્તર 293 મીટરના ચેતવણી સ્તરને વટાવી ગયું છે. જેને જોતા પોલીસ પ્રશાસન દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કંટ્રોલ મેસેજ મળ્યા બાદ પોલીસે કંવર પેસેન્જરોને એલર્ટ કર્યા. શુક્રવારે સાંજે ભીમગોડા બેરેજ પર ગંગાનું જળસ્તર 293 મીટરના ચેતવણી સ્તરને વટાવીને 293.30 મીટરે પહોંચ્યું હતું. આ અંગે પોલીસ પ્રશાસન દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પૂર રાહત પોસ્ટને એલર્ટ કરવામાં આવી હતી. લોકોને ગંગાના કાંઠાના વિસ્તારોમાં ન જવાની ચેતવણી આપવામાં આવી હતી.


  • Follow us on: