વડાલી નગર ખાતે અતિ પ્રાચીન શાંતિનાથ દાદાની પ્રતિમાનું દેરાસર આવેલું છે. શાંતિનાથ દાદાના જન્મ કલ્યાણક દિન નિમિત્તે રવિવારે સકળ શ્રી વડાલી સંઘ ઘ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વડાલી નગરના અરિહંત તથા પાશ્વ મંડળની બહેનો દ્વારા ધાર્મિક પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મ કલ્યાણક નિમિત્તે સાંજે શાંતિનાથદાદાની રત્ન જડિત આંગી કરવામાં આવી હતી. જેના દર્શનનો લાભ મોટી સંખ્યામાં જૈન તેમજ જૈનેતર ભાઈ બહેનોએ લઈ ધન્યતા અનુભવી હતી.

Dahod News: ઇન્દોર હાઇવે નજીક ખેતરના કૂવામાંથી મળ્યો મૃતદેહ









