વડાલી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ કિર્તીભાઈ , દલજીભાઈ તથા ફલ્ગુનીબેન ગુરુવાર સાંજે વડાલી તાલુકાના મેધ આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ફરતા ફરતા ધરોદ ગામ નજીક પહોંચ્યા હતા જ્યાં બાતમી મળી હતી.
કે ધરોદ ગામે રહેતા સિદ્ધાર્થસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ પોતાના રહેઠાણ ઘરમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે. જે હકીકતે પંચો રૂબરૂ હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઘરની અંદર વગર પાસ પરમીટે પોતાના રહેઠાણ મકાનની અંદર બીજા રૂમમાં કબાટમાં રાખવામાં આવેલ વિદેશી દારૂ રૂપિયા 5637 નો મુદ્દામાલ પકડાઈ જતો તેમના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ કલમ 65એ એ મુજબ ગુનો નોધી.










