વડગામની કેસરબા જાડેજા વિદ્યા સંકુલમાં ધોરણ 9ના પ્રવેશ માટે અભિયોગ્યતા અને સ્કોલરશીપ કસોટી કરવામાં આવી હતી. તેમાં વડગામ તાલુકાની મોટાભાગની પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


આ અભિયોગ્યતા અને સ્કોલરશીપ કસોટીમાં 1થી 3 ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને કેસરબા જાડેજા વિદ્યા સંકુલમાં ધોરણ 12 સુધી ફરી શિક્ષણ મેળવી શકશે. આ અભીયોગ્યતા અને સ્કોલરશીપ કસોટીમાં શાળાના શિક્ષકો દ્વારા માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું અને અભીયોગ્યતા અને સ્કોલરશીપ કસોટી સફળ બનાવવામાં આવી. આ પછી પણ ધોરણ 5 અને ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ અભિયોગ્યતા અને સ્કોલરશીપ કસોટી ટૂંક જ સમયમાં યોજવામાં આવશે.


  • Follow us on: