વડગામમાં મગરવાડા ચોકડી પીપળાવાસ ખાતે રહેતા પ્રતીકકુમાર માનસંગભાઈ ચૌધરીએ વડગામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ અનુસાર, તેમના ખેતરમાં બાંધવામાં આવેલ ચાર ભેંસની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ લઈ ગયેલ હોઈ આ બાબતે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


ઉપરોકત ફરિયાદની વિગત એવી છે કે , ગત તા. 28/02/2025 ના સવારે ચારેક વાગે ખેતરમાં ગયેલ અને ખેતરનું કામ અને ઢોરને દોહી પરત ઘરે આવી ગયેલ અને બપોરના ચારેક વાગે ખેતરમાં જઈ ખેતરનું તથા ઢોરને ચાર પાણી કરાવી દોહી સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે ડેરીમાં દુધ ભરાવી ઢોરને ખતેરમાં બનાવેલ સેડમાં મુકી ખેતરના આગળના ભાગે લોખંડનો ઝાંપાને તાળુ મારી ઘરે જતા રહેલ અને બીજા દિવસે સવારના સાડા ચારેક વાગ્યના ખેતરે ગયેલ અને ખેતરે લોખંડનો દરવાજો ખુલ્લો હતો અને તાળું લટકેલ હતુ અને ઢોર બાંધવાના શેડમાં ગયેલ અને જોયેલ તો ચાર ભેંસ મળી આવેલ નહી.

જેથી ખેતરની આજુબાજુ તપાસ કરી પરંતુ ચાર ભેંસ મળી આવેલ નહિ ચાર ભેસ જીવ નંગ 4 કિ.રૂ.1,90,000ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ખેતરમાં પ્રવેશ કરી ખેતરમાં બનાવેલ ઢોર બાંધવાના શેડમાંથી ચાર ભેસ જીવ ચોરી કરી લઈ ગયેલ હોવાનું જણાતા આ અંગે પ્રતીકકુમારે વડગામ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: