• તિલકવાડા તાલુકાના રોઝાનાર ગામનો બનાવ

  • ડંડા મારી ખૂન કરતા પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
  • કોઇને ખબર ન પડે તે સારૂં લલીતાની લાશને ખેતરમાં લાકડાં ભેગા કરી સળગાવી દઇ લાશનો નિકાલ કરી દીધો હતો

તિલકવાડા તાલુકાના રોઝાનાર ગામે પત્ની અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધ રાખતી હોવાનો વહેમ રાખી પત્નીનું ડંડા મારીને પતિએ ખૂન કરી દઈ લાશને બાળી દેતા પતિ વિરુદ્ધ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

તિલકવાડા તાલુકાના રોઝાનાર ગામે આરોપી (પતિ)કંચન ડાહ્યાભાઇ તડવીએ પોતાની પત્નિ લલીતાબેન કંચનભાઇ ડાહ્યાભાઇ તડવી (ઉંમર વર્ષ 41) પર પુરુષ સાથે અનૈતિક સબંધ રાખતા હોવાનો વહેમ રાખીને તા. 26મે રોજ સાંજના આશરે આઠ વાગ્યાની આસપાસ પોતાના રોઝાનાર ગામની સીમમાં આવેલા ખેતરમાં પાકીટ ખોવાઈ ગયેલાનું ખોટું બહાનું બતાવીને ખેતરે લઇ ગયો હતો. અને ડંડાથી માથાના પાછળના ભાગે મારી મોત નીપજાવ્યું હતું. કોઇને ખબર ન પડે તે સારૂં લલીતાની લાશને ખેતરમાં લાકડાં ભેગા કરી સળગાવી દઇ લાશનો નિકાલ કરી દીધો હતો અને આરોપી પોતે ગુનો કરેલો હોવાનું સારી રીતે જાણવા છતાં પોલીસ સ્ટેશન ખાતે આવી લલીતાબેન ગુમ થયા અંગેની જાહેરાતની ખોટી માહીતી આપી હતી. તિલકવાડા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ કંચન તડવી વિરુદ્ધ ખૂનનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જેની તપાસ સંજય શર્મા ના.પો.અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે.


  • Follow us on: