દસાડા તાલુકાના વડગામની માધ્યમીક શાળામાં નજીકના પાનવા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હતા. પરંતુ કોઈ સરકારી વાહનની સુવીધા ન હોવાથી તેઓને ખાનગી વાહનોમાં આવવુ પડતુ હતુ. ત્યારે સરકારે વડગામ શાળાના 28 બાળકો માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધાને મંજૂરી આપતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.
રાજય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારના બાળકો માટે શાળાએ અભ્યાસ માટે જવા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે. ત્યારે દસાડા તાલુકાના વડગામ ગામે આવેલી શ્રાી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક હાઈસ્કૂલમાં નજીકના અને પ કિલોમીટર દુર આવેલા પાનવા ગામના વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં આવતા હતા. આ બાળકોને ખાનગી વાહનોમાં મોંઘા ભાડા ખર્ચીને અભ્યાસ માટે આવવુ પડતુ હતુ. ત્યારે શાળાના આચાર્ય ભરતસીંહ ચાવડા દ્વારા આ બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે તે માટે દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.ઓઝા દ્વારા 28 બાળકોના ટ્રાન્સપોર્ટેશનની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય ભરતસીંહ ચાવડા, વડગામ કેળવણી મંડળના ટ્રસ્ટી મોહનભાઈ ચાવડા, મંત્રી ખેંગારભાઈ ડોડીયા, બીઆરપી જગદીશભાઈ જાદવ સહિતનાઓ દ્વારા ટ્રાન્સપોર્ટેશનને લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. આ સુવિધા મળતા વિદ્યાર્થીઓ અને શાળા પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ છે.










