• જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
  • વડોદરાના કરજણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
  • હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા પરેડ યોજાઈ

વડોદરાના કરજણમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. જેમાં નવબજારમાં શાહ.એન.બી હાઈસ્કૂલમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું છે. તેમજ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસ દ્વારા પરેડ યોજાઈ છે.

નવબજારમાં શાહ.એન.બી હાઈસ્કૂલમાં ઉજવણી
કરજણ નગર નવબજાર વિસ્તારમાં આવેલ શાહ.એન.બી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં રાજ્ય સરકારના ગૃહમંત્રી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના ગૃહમંત્રીની અધ્ક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.તથા વડોદરા પોલીસ દ્વારા પરેડ યોજાઈ છે.

  • Follow us on:

[[$googlead]]