- ચોરીના મોબાઈલ કે પડી ગયેલા મોબાઈલ શોધવા માટે વિશેષ ટીમ બનાવી
- મોબાઇલ પરત કરાતા મોબાઈલ ધારકોએ પોલીસનો આભાર માન્યો
- તેરા તુઝકો અર્પણ કાર્યક્રમના બેનર હેઠળ આ કાર્યક્રમ યોજાયો
વડોદરાના સયાજીગંજ પોલીસે મોબાઈલ ચોરી થવાના તેમજ પડી જવાના નોંધાયેલા ગુનાઓ પૈકીના મોબાઇલ ફોન પરત કર્યા છે. જેમાં સ્પેશિયલ સ્કોવોર્ડ બનાવી અંદાજે છ લાખની કિંમતના 45 જેટલા મોબાઈલ ફોન મોબાઇલ ધારકોને તેરા તુઝકો અર્પણ કાર્યક્રમના બેનર હેઠળ આપવામાં આવ્યા છે.
મોબાઇલ પરત કરાતા મોબાઈલ ધારકોએ પોલીસનો આભાર માન્યો
ડીસીપી જુલી કોઠીયાના હસ્તે મોબાઇલ પરત કરાતા મોબાઈલ ધારકોએ પોલીસનો આભાર માન્યો હતો. વડોદરા શહેરના હાર્દ સમા સયાજીગંજ પોલીસ મથક વિસ્તારના રેલવે સ્ટેશન, એસ ટીડેપો, એમએસ યુનિવર્સિટી અને કમાટીબાગ આવેલ છે. જ્યાં હજારો લાખો લોકો દિવસ દરમિયાન અવરજવર કરતા હોય છે. જેમાંથી કેટલાક લોકોના મોબાઈલ ફોન પડી ગયેલ કે પછી ખોવાઈ ગયેલાની સયાજીગંજ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. અથવા તો ભીડ ભાડનો લાભ લઇ છળકપટથી મોબાઈલ ફોન મેળવેલ તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરીને તેઓની પાસેથી મોબાઈલ ફોન મેળવાવમાં સયાજીગંજ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી.
પોલીસે અંદાજીત 6 લાખની ઉપરાંતના મોબાઈલ ફોન કબ્જે કર્યા
સયાજીગંજ પોલીસે ચોરીના મોબાઈલ કે પડી ગયેલા મોબાઈલ શોધવા માટે વિશેષ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે અંદાજીત 6 લાખની ઉપરાંતના મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. તેમજ પોલીસે વડોદરા શહેર પોલીસ વિભાગની તેરા તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકોને તેઓના મોબાઈલ ફોન ડીસીપી ઝોન 1 જુલી કોઠીયા એસીપી એ ડિવિઝનના ડી.જે.ચાવડાની ઉપસ્થિતિમાં પરત કરવામાં આવ્યા હતા. જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકોએ સયાજીગંજ પોલીસની કામગીરીને બિરદાવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ પણ સયાજીગંજ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહેલોતની ઉપસ્થિતિમાં 60 ઉપરાંતના મોબાઇલફોન પરત કરાયા હતા.









