રૂ.226 કરોડના ઈન્ટરનેશનલ મની લૉન્ડરીંગ કેસમાં તમારુ નામ ખુલ્યુ છે. તમને હાઉસ એરેસ્ટ કરવાના છે તેવી ધમકી આપીને સાયબર માફિયાઓએ શહેરની સારાભાઈ કેમિકલ કંપનીના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટ પાસેથી છેલ્લા દોઢ મહિનામાં 1.21 કરોડ ઉપરાંત રકમ પડાવી લીધી હતી.


ભોગ બનનાર સિનિયર સિટીઝન દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ સેલે સાયબર ક્રિમીનલો સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.શહેરના તાંદલજા,સત્યમ એસ ક્યુબ રેસિડેન્સીમાં રહેતાં દિપકભાઈ દામોદરભાઈ સુદામ સારાભાઈ કેમિકલ્સ કંપનીના એચ.આર.વિભાગના નિવૃત્ત વાઈસ પ્રેસિડેન્ટ છે. તા.4થી સપ્ટેમ્બર 2024ના રોજ તેમના ઉપર એક ફોન આવ્યો હતો. તેમણે એસ.બી.આઈ. કાર્ડ સબંધમાં વાતચીત કરી હતી. અને એક ફ્રોડ થયુ છે તેવો મુદ્દો કહીને પોલીસ ડિપાર્ટમેન્ટને ઈનવોલ્વ કર્યુ હતુ. પોલીસ અધિકારીનો તેમના ઉપર વૉટસએપ કૉલ આવ્યો હતો. રૂ. 226 કરોડના મની લૉન્ડરીંગ કેસમાં તમારી સંડોવણી નીકળે છે. ઈન્ટરનેશનલ ગેંગના સુરેશ અનુરાગ માસ્ટર માઈન્ડ છે. ડિટીજલ એરેસ્ટ કરવા અંગે સાયબર માફિયાએ સિનિયર સિટીઝનને ડરાવીને વૉટસએપ ઉપર લીગલ નોટીસ મોકલાવી હતી. ફોન કરીને ડરાવવાનો સિલસીલો જારી રાખીને સાઇબર માફિયાઓએ રૂ. 1.21 કરોડ ઉપરાંત રકમ જુદા જુદા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી હતી.


  • Follow us on: