રાજ્યમાં દિવસેને દિવસે છેતરપિંડી અને કૌભાંડના બનાવો વધી રહ્યા છે. તેવામાં વડોદરામાં થયેલી કરોડોની ઠગાઇ મામલે ક્રાઇમ બ્રાંચે 2 ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. આ બે આરોપીઓ દુબઈથી ઓપરેટ થતાં ડિજિટલ એરેસ્ટમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે.


સુરતના વિવેક સોજીત્રા, મોહંમદ અલ્શેફની ધરપકડ

મળતી માહિતી મુજબ, કરોડોની ઠગાઈ કરનાર બે ભેજાબાજનો આખરે ક્રાઇમ બ્રાંચે ભાંડો ફોડ્યો છે. સુરતના વિવેક સોજીત્રા, મોહંમદ અલ્શેફની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આ મહાઠગે 3 કરોડના ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. આરોપી મોહંમદ કુરિયરના નામે સ્કેમ કરતી ટોળકીનો સાગરીત છે. વિવેક પોલીસ બની સ્કેમ કરતી ટોળકીનો સાગરીત હતો. આરોપીઓએ અલગ અલગ વ્યક્તિઓના નામે 25થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. મોહંમદ અલ્શેફના એકાઉન્ટમાં 15 લાખના વ્યવહાર કર્યો છે, જ્યારે વિવેક સોજીત્રાના એકાઉન્ટમાં 12 લાખના વ્યવહાર મળ્યા છે.

દુબઈથી ઓપરેટ થતાં ડિજિટલ એરેસ્ટમાં સંડોવણી

ડિજિટલ એરેસ્ટ કરી કરોડોની છેતરપિંડી કરનાર બે ભેજાબાજોને આખરે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. આ ભેજાબાજોએ દુબઈથી ઓપરેટ થતાં ડિજિટલ એરેસ્ટ સ્કેમ ભાગ ભજવતા હતા. સમગ્ર મામલે સુરતના બે અલગ અલગ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, સુરતના વિવેક સોજીત્રા અને મોહંમદ અલ્શેફ સૈયદની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી મોહંમદ અલ્શેફ સૈયદ કુરિયર ના નામે સ્કેમ કરતી ટોળકીનો સાગરીત છે અને વિવેક સોજીત્રા નકલી પોલીસ બની સ્કેમ કરતી ટોળકીનો સાગરીત હતો.

કુલ 3 કરોડના ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં સંડોવણી

આ બંને આરોપીઓ 25થી વધુ બેંક એકાઉન્ટ વિવિધ ઈસમોના નામે ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. મોહંમદ અલશેફ સૈયદના એકાઉન્ટમાં 15 લાખના વ્યવહાર થયા જ્યારેવિવેક સોજીત્રા ના એકાઉન્ટ માં 12 લાખનો વ્યવહાર થયો છે. બંને આરોપીઓ કુલ 3 કરોડના ડિજિટલ એરેસ્ટ સ્કેમમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે. સાયબર ક્રાઇમે દ્વારા બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: