વડોદરાની જગ વિખ્યાત મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી બાંગલાદેશી યુવતી એ રહસ્યમય સંજોગોમાં પરીક્ષાના દિવસે જ આપઘાત કર્યો. રાવપુરા પોલીસે યુવતીએ લખેલી ચીઠ્ઠી કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


મોહનાએ કર્યો આપઘાત

શહેરના સુરસાગર પાસે આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં 20 વર્ષીય મૌહના મંડલ નામની બાંગલાદેશી યુવતી રહેતી હતી અને MSUના ફાર્મસી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.આજથી વિભાગની પરીક્ષા શરૂ થઇ હતી. ત્યારે તેની આગળ બેસતી મહિલા મિત્રને જાણ થઈ હતી કે મોહના પરીક્ષા આપવા આવી નથી. જેથી તે તેના ઘરે તપાસ કરવા માટે પહોંચી હતી. પરંતુ વારંવાર ઘરનો દરવાજો ખખડાવવા છતાં પણ મોહના એ દરવાજો ખોલ્યો ન હતો. ત્યારબાદ ભારે જહેમત બાદ દરવાજો ખોલીને અંદર જોતા મોહનાનો ફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

અંતિમ ચિઠ્ઠી મળી આવી

રાવપુરા પોલીસ સહિત એમએસ યુનિવર્સિટીના અધિકારીઓને ઘટનાની જાણ થતા બનાવ સ્થળ પર દોડી આવ્યા હતા. શહેર પોલીસના સી ડિવિઝનના એસીપીએ જણાવ્યું હતું કે મોહનાએ લખેલી અંતિમ ચિઠ્ઠી મળી આવી છે. જેમાં હું આ પગલું મારી જાતે ભરું છું તેના માટે મને કોઈ ફોર્સ કરવામાં આવ્યો નથી. પોલીસે ચિઠ્ઠી કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી બીજી તરફ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓએ બાંગ્લાદેશી યુવતીના પરિવારજનોનો સંપર્ક સાધીને તેઓએ પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Follow us on: