- મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત રૂા. 2 કરોડના ખર્ચે કામગીરી
- એપ્રોચ રોડ બેસી જતા 20 ગામના લોકોની અવરજવર ઉપર અસર
- નસવાડી તાલુકાના જાંબુઘોડા ગામે સ્લેબડ્રેઇનના એપ્રોચ રોડ તૂટી પડતા ડામરના પોપડા છે.
નસવાડી તાલુકાના જાંબુઘોડા ગામે બે મહિના પહેલા બે કરોડના ખર્ચ નવો બનેલો સ્લેબડ્રેઇનનો એપ્રોચ રોડ બેસી જતા મોટા વાહનોની અવર જવર બંધ કરાઈ લોકાર્પણ પહેલા જ એપ્રોચ રોડ બેસી જતા એજન્સી કરેલ કામની પોલ ખુલી પડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા થયા કામગીરીમાં મોટા પાયે ભસ્તચાર થયો હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ વિજિલન્સ દ્વારા કામગીરીની ગુણવતા તપાસ કરવા માંગ
નસવાડી તાલુકાના સાંકળ (ત) ગામેથી જાંબુઘોડા ગામે જવાના રસ્તા ઉપર કોતર આવેલું છે જયારે ચોમાસામાં લોકોને પડતી મુશ્કેલીના કારણે સ્લેબડ્રેઇન બનાવવા લોકોએ અધિકારીઓને રજૂઆત કરી હતી. જેને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરતા રાજ્ય સરકારે મુખ્યમંત્રી સડક યોજનામાં બે કરોડના ખર્ચ સ્લેબડ્રેઇન મંજુર કરાયું હતું જેને લઇ ટેન્ડર બહાર પડાતા આર.સી પટેલ એજન્સીનું ટેન્ડર લાગતા એજન્સી દ્વારા સ્લેબડ્રેઇન અને એપ્રોચ રોડ બનાવવામાં આવ્યું હતું. જયારે હજુ તો બને બે મહિનાનો સમય થયો છે અને કામનું લોકાર્પણ પણ બાકી ત્યારે તો સ્લેબડ્રેઇનનો એપ્રોચ રોડ તૂટી પડયો છે અને બેસી ગયો છે જેથી હલકી કામગીરીની પોલ ખુલી છે જયારે સ્લેબડ્રેઇનના એપ્રોચ રોડની કામગીરી કરતી વખતે પથ્થરનું પીચીંગ તેમજ હાર્ડમોરમ માટી પૂરવાની ત્યાર બાદ વોટરિંગ કરી વેટમીક્ષનો માલ નાખીને રોલિંગ કરીને ડામરનો માલ પાથરી રોડ બનાવાનો હોય છે પરંતુ અધિકારીઓ આ કામગીરી કરવામાં ઉણપ રાખતા સ્લેબડ્રેઇનનો એપ્રોચ બેસી ભસ્તચારની બૂમો ઉઠી હતી જયારે એજન્સીએ કરેલ કામની ગુણવતા ઉપર અનેક સવાલો ઉભા થયા છે જયારે પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના પોલ ખુલી છે જયારે મોટા વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે અને 20 જેટલા ગામોને અસર પહોચી છે. આ કામગીરીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકવનારી વિગતો બહાર આવે તેમ છે.










