હોળી અને ધૂળેટીના પર્વને લઈને 13 અને 14 માર્ચના રોજ વડોદરા નજીકથી પસાર થતી નદીઓ, કૃત્રિમ તળાવો, નહેર, જળાશયોમાં નાહવા અને અન્ય કામે જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જે અંગે આજે વડોદરા જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.


[[$googlead]]

નદીમાં કોઇ ન જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

[[$alsoread]]

હોળી-ધુળેટી લઈ નર્મદા નદી કાંઠેના દિવેર મઢી, બરકાલ, માલસર,માંડવા સહિત ગામો નદીમાં નાહવા પર પ્રતિબંદ કરાયો છે. હોળી-ધુળેટી પર્વને લઈ શિનોરમાં નર્મદા નદી કાંઠા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ ગોઠવાયો છે. વડોદરા જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નદી તળાવમાં ન્હાવા ઉપર પ્રતિબંધ લગાવાયો છે.

ડૂબવાની ઘટનાઓ ન બને તે માટે જાહેરનામું

જિલ્લા મેજીસ્ટ્રેટનું પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા પ્રમાણે હોળી-ધુળેટી પર્વમાં નદી-તળાવોમાં ડૂબવાની ઘટનાઓ રોકવાના હેતુ સર જાહેરનામું પ્રસિદ્ધ કરી તંત્ર દ્રારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નર્મદા નદી કાંઠેના દિવેર મઢી, બરકાલ, માલસર,માંડવા સહિત ગામોમાં લોકો હોળી-ધૂળેટીના પર્વને લઇ નદીમાં ન્હાવા જતા હોય છે અને અનેક ડૂબી જવાની ઘટના બનતી હોય છે. જેને લઇ જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરાનામું બહાર  પાડ્યું છે અને નદી તળાવમાં ન્હાવા પર પ્રતિબંધ લગાવાયો છે.

  • Follow us on: