વડોદરાના ભાયલીમાં થયેલ સામૂહિક દુષ્કર્મ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે,પાંચેય આરોપીઓ યુપીના છે જેમાંથી ત્રણ આરોપીઓ વિધર્મી છે.આરોપીઓ બાંધકામના વ્યવસાય સાથે સંકડાયેલા હોવાની વાત સામે આી છે.27 વર્ષનો મુન્ના અબ્બાસએ મૂળ ઉત્તરપ્રદેશનો આરોપી છે.10 વર્ષ અગાઉ આરોપીઓ વડોદરામાં આવ્યા હોવાની વાત છે.
ત્રણેય આરોપીઓ વિધર્મી
પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે,અને ગેંગરેપ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા સાથે સાથે યુવતીનો ફોન પણ લૂંટી ગયા હતા,આરોપીઓ અલગ-અલગ કન્ટ્રકશન સાઈટ પર મજૂરી કરતા હતા,મોબાઈલ ફોનના સીડીઆરના આધારે આરોપીઓની ધરપકડ કરાઈ છે.નરાધમોને આજે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે,26થી 36 વર્ષની ઉંમરના ત્રણ આરોપીઓ છે.પોલીસની સામે આરોપીઓએ હાથ-પગ જોડયા છે.પોલીસે સમગ્ર ઘટનામાં 1100 સીસીટીવી પોલીસે ચેક કર્યા છે.ત્રણેય આરોપી પાસેથી એક બાઈક પણ જપ્ત કરવામાં આવ્યું છે.પોલીસને જે સીસીટીવી મળ્યા છે જેમાં બે બાઈક હતા અને પાંચ લોકો દેખાયા હતા.
વડોદરા ભાયલી દુષ્કર્મ મુદ્દે રેન્જ IG સંદીપસિંહનું નિવેદન
DySPકક્ષાના અધિકારી આ કેસની તપાસ કરશે,DySPની આગેવાનીમાં SITની રચના કરાઈ છે,ટીમમાં જિલ્લાના સારામાં સારા કર્મીઓને તૈનાત કરાશે,ચાર્જશીટને વહેલામાં વહેલી તકે ફાઈલ કરાશે
ઝડપાયેલા આરોપીઓના નામ
01.મુન્ના અબ્બાસ વણઝારા - તાંદલજા
02.મુમતાઝ વણઝારા - તાંદલજા
03.શાહરુખ વણઝારા - તાંદલજા
04.સૈફ અલી વણઝારા - તાંદલજા
05.અફઝલ વણઝારા - તાંદલજા
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારનું નિવેદન
4 ઓક્ટોબરની રાત્રે સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટી હતી,ગુના બાદ આરોપીઓ 48 કલાક વડોદરામાં ફર્યા હતા,ઘટનાથી આખા જિલ્લામાં ચકચાર મચી હતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે,પીડિતો મૂળ વડોદરાની રહેવાસી છે,શહેર-ગ્રામ્ય પોલીસની ટીમો કામે લાગી હતી,
આરોપીને પકડવા અલગ અલગ ટીમની રચના કરી છે,48 કલાક બાદ શહેર ક્રાઈમબ્રાન્ચને સફળતા મળી અને સ્થળ પરથી ચશ્મા સહિતના પુરાવા મળ્યા,પીડિતાનો મોબાઈલ આરોપી લઈ ગયો હતો અને એ ફોન પરથી કોલ કરતા આરોપીઓ પકડાયા,એક આરોપી મુન્ના અબ્બાસ મૂળ ઉત્તરપ્રદેશનો છે.26 વર્ષનો શાહરૂખ વણઝારા પણ મૂળ ઉત્તરપ્રદેશનો,મુમતાઝ ઉર્ફે સુબેદાર નામનો આરોપી પણ ઝડપાયો,આરોપીઓ POP, કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા છે.ત્રણેય આરોપીઓને વડોદરા ગ્રામ્ય પોલીસને સોંપાશે.
આરોપીઓની મેડિકલ તપાસ કરાઈ
આરોપીઓને મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે.આરોપીઓને એસ.એસ.જી હોસ્પિટલમાં લવાયા.ત્રણ આરોપીઓ ચાલી પણ શકતા નથી અને તેઓને ખભે ઊંચકી અને સ્ટ્રેચર પર મેડિકલ માટે લઈ જવાયા છે.મેડિકલ રિપોર્ટ બાદ પંચનામા માટે રિકન્સ્ટ્રક્શન કરાશે,સગીરાના મિત્રને પકડી રાખી આચર્યું હતું દુષ્કર્મ.
શું હતો સમગ્ર કેસ
4 ઓગસ્ટના રોજ મોડી રાત્રે ઘટના ઘટી બની હતી,પીડિતા ગરબા રમવા ગઈ જ ન હતી અને સાદા વસ્ત્રોમાં જ મિત્રને મળવા ગઈ હતી તેમજ સીધી મિત્ર સાથે ફરવા નીકળી ગઈ હતી આ ઘટનામાં ગરબા સાથે કોઈ લેવાદેવા નથી,5 આરોપીઓ પૈકી બે લોકોએ દુષ્કર્મ આચર્યું હતું,પીડિતા મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી,લક્ષ્મીપુરા ખાતે મિત્રને મળી હતી અને ત્યારબાદ પીડિતા અને તેનો મિત્ર સ્કૂટી પર ગયા હતા તે દરમિયાન 5 લોકોનું ટોળું આવ્યું હતુ અને આ ટોળાએ મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા પર દુષ્કર્મ આચરી ફરાર થયા હતા.
પીડિતા પર પ્રાંતીય છે અને મિત્ર મૂળ વડોદરાનો છે
આ સમગ્ર ઘટનામાં પોલીસનું કહેવું છે કે,સ્થળ પર ખૂબ જ અંધારું હતુ જેને લઈ આ ઘટના બની હતી.અંધારામાં આરોપીઓના મોઢા દેખાયા નથી પીડિતા પરપ્રાંતિય છે મિત્ર મૂળ વડોદરાનો છે.આરોપીઓ હિન્દી અને ગુજરાતીમાં વાતો કરતા હતા,ઘટનાસ્થળેથી આરોપીઓના મોબાઈલ-ગેજેટ મળ્યા છે.જિલ્લા પોલીસ આ ઘટનાના આરોપીઓની પાછળ છે,શહેર પોલીસની ટીમોનો પણ સાથ લીધો છે,ભોગ બનનાર સાદા વસ્ત્રોમાં જ મિત્ર ને મળવા ગઈ હતી









