તીર્થ સ્થાન ચાંદોદના જુના રેલવે સ્ટેશનની હદમાં ઉગી નીકળેલા ગાંડા બાવળ, ઝાડી ઝાખરાની મુખ્ય માર્ગ પર લચી પડેલી ડાળીઓને કારણે વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. રોડ પરના અવરોધ રૂપ ગાંડા બાવળ જાડી જાખરા કાપવામાં આવે તેવીચો તરફ્થી માંગ ઉઠવા પામી છે
ચાંદોદ ખાતે રોજબરોજ નાના મોટા સેંકડો વાહનોની અવરજવર રહેતી હોય છે જેમાં ખાસ રજાના દિવસો તેમજ તહેવારોના દિવસોમાં વાહનોની વણથંભી વણજાર ચાલુ હોય છે. ત્યારે ચાંદોદમાં પ્રવેશતા જ પોલીસ સ્ટેશનથી માંડી પંચાયત ઓફ્સિ સુધીના મુખ્ય માર્ગ પર જુના રેલવે સ્ટેશન હદ વિસ્તારમાંથી ગાંડા બાવળ અને ઝાડી ઝાંખરાની લચી પડેલી ડાળીઓને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને સતત અકસ્માત ની ભીતિ સેવાઈ રહી છે. વહેલી તકે આ ઝાડી-ઝાંખરા દૂર કરવા માગ ઉઠી છે.










