- ચાઈનીઝ ટુકકલ અને દોરાના ઉપયોગ પર પ્રતિબંધ
- ચાઈનીઝ વસ્તુઓનો જથ્થો રાખનારને ત્યાં તપાસ થશે
- રોડ પર દોડતા પતંગબાજો પર પોલીસની રહેશે ચાંપતી નજર
મકરસંક્રાંતિના પર્વને લઈને વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે મહત્વનું નિવેદન આપ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું છે કે ઉત્તરાયણના પર્વને લઈને વડોદરા પોલીસ સંપૂર્ણ સજ્જ છે. તેમણે કહ્યું છે કે ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. તો સાથે સાથે, ચાઈનીઝ ટુકકલના ઉપયોગ પર પણ પ્રતિબંધ લાગશે.
કમિશનરે વધુમાં જણાવ્યું છે કે ચાઈનીઝ ટુકકલ અને દોરાનો જથ્થો રાખનાર લોકોને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવશે. તો, શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ખાસ તકેદારી રાખવામાં આવશે. પતંગ પકડતા વખતે લોખંડના ઝંડા પર પ્રતિબંધ લગાવવામાં આવશે અને પતંગ પકડવા રોડ પર દોડનાર પર પોલીસ ખાસ ચાંપતી નજર રાખવામાં આવશે.
વધુમાં કમિશનરે જણાવ્યું કે, 13 તારીખે પતંગની હરાજી પર પ્રતિબંધ નથી રાખવામાં આવ્યો. તેમજ, 13 તારીખે બજારમાં હરાજી સમયના સમયને લઈને પણ કોઈ પ્રતિબંધ નથી. તો વધુમાં, લોકોને પણ અપીલ કરી છે કે અગાસી પર ડીજે વગાડવા પર ખાસ પ્રતિબંધ નથી એટલે લોકોએ જાતે જ સાવચેતી રાખવાની જરૂર છે.









