વડોદરા શહેરમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનામાં સામેલ આરોપીને તેના ઘરેથી તસ્કરીના મુદ્દામાલ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પિસ્તોલ અને કારતુસ પણ જપ્ત કર્યા છે. કબીરસિંહ નામનો માથાભારે આરોપી પકડાટની સાથે જ અન્ય 18 જેટલા ગુનાનો પર્દાફાશ થયો હતો.


[[$googlead]]

કબીરસિંહ પાસેથી મળી આવી પિસ્તોલ 

વડોદરામાં ચોરોનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પ્રયત્નશીલ હોય છે. તેવામાં ટીમને બાતમી મળી કે અગાઉ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો અને રણોલી ગામે રહેતો કબીર સિંહ ઉર્ફે છોટા કબીર જોગીંદરસિંગ સીકલીગરે ચોરેલા સોના ચાંદીના દાગીના સાથે દેશી પિસ્તોલ અને કારતુસ પોતાના ઘરમાં સંતાડેલા છે. તે કંઇ મોટો ગુનો કરવાની ફિરાકમાં છે. ત્યારે આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ કબીરસિંહને તેના ઘરે અચાનક દરોડો પાડી ઝડપી લીધો હતો. આરોપી પાસેથી ચોરીની ઇકો કાર તથા દેશી પિસ્તોલ અને સાત જીવતા કારતુસ મળી આવ્યા હતા. જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે.

[[$alsoread]]

આર્મ્સ એક્ટ અંતર્ગત નોંધાયો ગુનો

પોલીસની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે બે મહિના પહેલા દેશી પિસ્તોલ લાવીને તેણે ઘરમાં સંતાડી રાખી હતી. તે ઉપરાંત તેણે 15 દિવસ પહેલા ત્રણ જગ્યાઓએ રાત્રીના સમયે હાથફેરો કર્યો હતો. તેની પાસેથી કુલ મળીને રૂ. 4.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દેશી પિસ્તોલ મળતા તેની સામે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચને એક સાથે ત્રણ પોલીસ મથકના ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. આ સમગ્ર પ્રકરણ મામલે ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ એસીપી એમ.એમ.રાજપુતે માહિતી આપી હતી.

એક સાથે ત્રણ પોલીસ મથકના ગુનાના ભેદ ઉકેલાયા

આરોપી પિસ્તોલના ઉપયોગથી કોઈ મોટું કામ કરવા જઈ રહ્યો હોવાની આશંકાએ હાલ તપાસ ચાલુ છે. ઉપરોક્ત કાર્યવાહીમાં આરોપી કબીરસિંગ જોગીંદરસિંગ ભોંડ (સિકલીગર)ની ધરપકડ કરીને વધુ કાર્યવાહી અર્થે જવાહરનગર પોસીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો. આરોપીને પકડતા ત્રણ અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ ઉકેલાયા છે. આરોપી કબીરસિંગ સામે આરોપી કબીરસિંહ સિકલીગર સામે વિવિધપોલીસ મથકોમાં નોંધાયા છે 18 ગુનાઓ જેવાકે ચેઇન સ્નેચીંગ, રાત્રી ઘરફોડ ચારી, વાહનચોરી, મારામારી સહિતના 18 ગુનાઓ નોંધાયેલા છે. તે ત્રણ વખત પાસા અંતર્ગત જેલમાં પણ જઈ આવ્યો છે.


  • Follow us on: