વડોદરામાં ચોમાસા પહેલા તંત્ર સાબદુ બન્યું છે જેમાં ફાયર બ્રિગેડે ચોમાસાને લઇ તૈયારી શરુ કરી છે, ફાયર બ્રિગેડે રેસ્ક્યુ માટેના સાધનોની ખરીદી કરી છે જેમાં 8 બોટ, ફ્લડ લાઈટ, લાઈફ જેકેટોની ખરીદી કરી છે. આધુનિક રેસ્ક્યુ થ્રો બેગની પણ ખરીદી કરી છે તો બીજી તરફ રાત્રે કામગીરી માટે જનરેટર કમ ફ્લડ લાઇડ ખરીદ્યા છે.


[[$googlead]]

પૂર સામે ફાયર બ્રિગેડ નવી ૮ બોટ, ફ્લડ લાઈટ ખરીદીને સાધનોથી સજ્જ

ગયા ચોમાસે આવેલા પૂર પછી હવે કોર્પોરેશનનુ તંત્ર વધુ સતર્ક થઈ ગયુ છે. કોર્પોરેશને ૨૦૦ તરાપા મંગાવ્યા હતા. જે વિવિધ વોર્ડમાં ફાળવી દીધેલા છે. ત્યારે હવે ફાયર બ્રિગેડે રૂ.૩ કરોડના ખર્ચે નવી ૮ બોટ, ફ્લાડ લાઈટ, ટ્રી કટર, હાઈબીમ ટોર્ચ, મોસ્કીટો નેટ સહિતની ખરીદી કરી છે અને તે સાધન-સામગ્રી ફાયર બ્રિગેડને મળી જતા તંત્ર સજજ થઈ ગયુ છે. કોર્પોરેશને ૨૦૦ તરાપા વિવિધ વૉર્ડમાં આપી દીધા, ત્યારે ફાયર બ્રિગેડ પણ એક્ટિવ મોડમાં છે.

[[$alsoread]]

નદી કાંઠાના વિસ્તારોમાં આખા ઘર જ ડૂબી ગયા હતાં

ગયા ચોમાસે વડોદરા શહેરે પૂરનો સામનો કરવો પડ્યો હતો અને એ પણ એક વાર નહીં પરંતુ ત્રણ-ગણ વાર પુર કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં કેટલાક ઘરોમાં ૬-૭ ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતાં. તો ક્યાંક નદી કાંઠાના વિસ્તારોમાં આખા ઘર જ ડૂબી ગયા હતાં. એવા સમયે ફાયર બ્રિગેડની બોટ કાર્યરત કરાઈ હતી, પરંતુ ફાયર બિગેડ પાસે માત્ર ૧૬ બોટ હતી. આવી જ રીતે, ફ્લડ લાઈટ સહિતના સાધનો પણ પૂરતા પ્રમાણમાં ન હતાં. ત્યારે નવા આવેલા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે સૌથી પહેલા સ્ટાફની ભરતી અને ફાયર બ્રિગેડમાં જરૂરી સાધન-સામગ્રીની ખરીદી શરૂ કરાવી હતી. તાજેતરમાં જ રૂ.૩ કરોડની ખરીદી કરવા માટેની મંજૂરી મળી હતી

વડોદરા ફાયર બ્રિગેડ પાસે પહેલા ૧૬ બોટ હતી

ફાયર બ્રિગેડ પાસે પહેલા ૧૬ બોટ હતી. હવે, નવી ૮ બોટ આવતા ૨૪ બોટ થઈ ગઈ છે. હવે દરેક ફાયર સ્ટેશનમાં ઓછામાં ઓછી બબ્બે બોટ ફાળવાશે. આવી જ રીતે, ફાયર બ્રીગ્રેડ પાસે પહેલા જનરેટર વીથ ફ્લડ લાઈટ નાના હતાં. જે ૯ ઈમરજન્સી ગાડીઓમાં લાગેલા હતાં. હવે નવી ૮ જનરેટર વિધ ફ્લડ લાઈટ આવી જતા કુલ સંખ્યા ૧૪ થઈ છે. પહેલા ફાયર બિગેડ પાસે ૮૦ નંગ લાઈફ બોયા હતાં. હવે નવા ૬૪ બોયા આવતા કુલ સંખ્યા ૧૪૪ થયા છે, આજ રીતે ૧૦૦ સેફ્ટી હેલ્મેટ હતા. જે જૂના લાલ રંગના હતાં. હવે તેનાથી અપગ્રેડ નવા ૫૦ હેલ્મેટ ખરીદાયા છે.

 

  • Follow us on: