• લવ જેહાદ અંગે હર્ષ સંઘવીનું નિવેદન
  • "કોઈ સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે છે"
  • "આવા સલીમ સામે લોકોએ અવાજ ઉઠાવવો જોઇએ"

કોઈ સુરેશ સલીમ બની દીકરી ને ફસાવેઆજે વડોદરાના માંજલપુર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુલાકાતે આવ્યા હતા અને ભાજપ કાર્યાલય પર કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. હર્ષ સંઘવીએ સંબોધનમાં લવ જેહાદ કરનારાઓને કડક ભાષામાં સંદેશ આપ્યો છે.

લવ જેહાદ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, સલીમ સુરેશ બનીને વ્હાલી દીકરીને ફસાવે છે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે.એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહિ આવે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે સલીમ સુરેશ બનીને વ્હાલી દીકરીને ફસાવે છે. તેમના વિરૂદ્ધ કાર્યવાહી ચાલુ છે. એક પણ આવા વ્યક્તિને છોડવામાં નહી આવે. દીકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરી રહ્યા છે.

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રેમના પવિત્ર સબંધને બદનામ થતાં રોકવાની જવાબદારી આપણી બધાની છે. કોઈ સલીમ સુરેશ બનીને કે કોઈ સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે તો તેને છોડતા નહી. આવા કોઈ પણ પરિવાર કે દીકરી હોય તો પોલીસને જાણ કરવા હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી છે. 

  • Follow us on: