સાવલીમાં SMCની રેઈડના પાંચમાં દિવસે જરોદની હદમાંથી બુધવારે વહેલી સવારે રૂા.37.03 લાખના દારૂની 240 પેટી પકડાઈ હતી. રેફરલ ચોકડી પાસેથી LCB એ કન્ટેનરમાં દારૂના જથ્થા સાથે UP અને રાજસ્થાનના શખસને ઝડપી લઈ કુલ રૂા.75.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સાવલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાંચ દિવસ અગાઉ રેઈડ કરી રૂા.39 લાખનો દારૂ પકડી લીધો હતો. આ કેસ બાદ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંન્ચના પીઆઇ કે.એ.પટેલની બાતમીને આધારે સ્ટાફે જરોદના હદની રેફરલ ચોકડી પાસેથી હરિયાણાથી મોકલાયેલ દારૂની વિપુલ જથ્થો ઝડપી લીધો હતો. કન્ટેન્ટરમાં ગ્રીસ બોક્સની આડમાં દારૂની 240 પેટી સંતાડેલી હતી. ડ્રાઈવર હસન હશરત રાંગડા ચૌધરી (મુસલમાન) (મૂળ UP હાલ રહે. સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ, ન્યુ દિલ્હી) અને તૈયબ અબ્દુલકરીમ ખાન (મુસલમાન) (રહે.અલવર, રાજસ્થાન) કન્ટેનરમાં દારૂનો જથ્થો લઈ હાલોલ ટોલ બુથથી નિકળી રેફરલ ચોકડી થઈ વડોદરા તરફ આવતા હતાં. LCBની ટીમને રૂા.37.03 લાખની 7,956 બોટલ મળી આવી હતી. હસન હશરત રાંગડા ચૌધરીએ ગત તા.1લીએ સાંજના સમયે વોટ્સએપ કોલથી દારૂની ખેપ મારનારાઓની સાંથે સંપર્કમાં હતો. બીજા દિવસે વીલાસપુર પાસે ગાડી આપવાની વાત અલી નામના શખસે કરી હતી. તા.2ના સવારે વોટ્સએપ કોલ કરી બંનેને હરિયાણાના વીલાસપુર પાસે બોલાવ્યા અને રાજસ્થાનમાં બીજો ડ્રાઈવર આવશે તેવું કહીં દારૂ ભરેલું કન્ટેનર સોંપ્યુ હતું.










