દર વર્ષની જેમ સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષક માસ જેની ઉજવણીના ભાગરૂપે નવજાત શિશુઓ, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી મહિલાઓના પોષણ વિશે જાગૃતિ આવે તે માટે પ્રદર્શન યોજાયું હતું.


સરકારી આયુર્વેદિક દવાખાનું, નડા મુકામે મેડિકલ ઓફ્સિર ડો. કૈલાશ વસાવા અને આઈ.સી.ડી.એસ. વિભાગના આંગણવાડી વર્કરો મિતલબેન સુધાબેન અને પદ્માબેન દ્વારા પૌષ્ટિક વાનગીઓ અને મિલેટસનું પ્રદર્શન યોજાયું હતું, લાભાર્થીઓને પૌષ્ટિક વાનગી આપવામાં આવી હતી અને આ અંતર્ગત ઉપસ્થિત સર્વને પોષણ માસની થીમ, એનેમિયા, પૂરક પોષણભી પોષણની પઢાઈભી, વૃદ્ધિ દેખરેખ અને સુશાસન પારદર્શિતા અને કાર્યક્ષમ રીતે સેવાઓ પહોંચાડવા ટેકનોલોજી વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.


  • Follow us on: