સાવલીના ભાદરવા ખાતે શ્રી નવકુંડાત્મક નવચંડી મહાયજ્ઞનુ આયોજન ચૈત્ર સુદ નોમને તા.6ઠ્ઠી એપ્રિલને રવિવારે કરવામા આવ્યુ છે. આ મહાયજ્ઞ શ્રી ચેહર જોગણી માતાજીનો મઢ, શ્રી આનંદેશ્વર મહાદેવ તીર્થધામ ખાતે યોજાનાર છે.
સત્યસ્વરૂપ સંત હરીદાસજી મહારાજ, પ.પૂ.ગુરૂદેવ મહંત રમેશજી મહારાજ ( પૂ. ગુરૂજી ) , પ.પૂ. મહંત વિજયજી મહારાજ દ્વારા યજ્ઞનુ આયોજન કરવામા આવ્યુ છે. યજ્ઞનો પ્રારંભ તા.6ઠ્ઠીના રોજ સવારે 8.15 કલાકે થશે. જ્યારે પૂર્ણાહુતી ( શ્રીફળ હોમવાનો સમય ) સાંજે 5.15 કલાકે થશે.










