• કંપની સેક્રેટરીઝના એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામનું રિઝલ્ટ જાહેર

  • શહેરને નવા 16 CS મળ્યાં : એકંદરે સારું પરિણામ આવ્યું
  • જે વિશે માહિતી આપતા ICSI વડોદરા ચેપ્ટરના ચેરમેન CS મિતુલ સુથારે જણાવ્યું હતું

કંપની સેક્રેટરીઝના પ્રોફેશનલ પ્રોગ્રામ (સિલેબસ 2017 અને 2022) અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ (સિલેબસ 2017 અને 2022) માટે લેવાયેલી જૂન, 2024ના સત્રનું 25મીના રોજ પરિણામ જાહેર કરાયું હતું. જેમાં શહેરના 23 વર્ષીય યુવાન દિપ અગ્રવાલે એક્ઝિક્યૂટીવ પ્રોગ્રામમાં 16 મો AIR મેળવ્યો છે. આ સાથે શહેરને નવા 16 CS મળ્યા છે.

જે વિશે માહિતી આપતા ICSI વડોદરા ચેપ્ટરના ચેરમેન CS મિતુલ સુથારે જણાવ્યું હતું કે, પ્રોફેશનલ પ્રોગ્રામ પરીક્ષા (અભ્યાસક્રમ 2017)માં વડોદરા શહેરમાંથી મોડયુલ-1માં 34.55 ટકા, મોડયુલ-2માં 25.53 ટકા અને મોડયુલ-3માં 33.33 ટકા ઉમેદવારો પાસ થયા છે. તેવી જ રીતે, વડોદરા શહેરમાં પ્રોફેશનલ પ્રોગ્રામ પરીક્ષા (અભ્યાસક્રમ-2022)માં 26.19 ટકા ઉમેદવારો ગ્રુપ-1માં અને 27.27 ટકા ગ્રૂપ-2માં પાસ થયા છે. વડોદરા શહેરમાં એક્ઝિક્યુટિવ પ્રોગટેમ પરીક્ષા (અભ્યાસક્રમ- 2017)માં 28.29 ટકા ઉમેદવારો મોડયુલ-1માં અને 31.29 ટકા મોડયુલ-2માં પાસ થયા છે. તેવી જ રીતે વડોદરા શહેરમાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ પરીક્ષા (અભ્યાસક્રમ- 2022)માં 10.09 ટકા ઉમેદવારો ગ્રૂપ-1 અને 37.42 ટકા ગ્રૂપ-2માં પાસ થયા છે. આ વખતે આવેલું પરિણામ એકંદરે સારું છે. હાલ જે રીતે કોર્પોરેટ ગવર્નન્સનું મહત્વ જોવા મળી રહ્યું છે તે હિસાબે વિકસીત ભારત માટે દેશને નવા 1,00,000 CS પ્રોફેશનલની આવશ્યકતા છે.

મલ્ટિ ડિસિપ્લિનરી ફર્મ ખોલવાની મહેચ્છા

વર્ષ 2022 માં બી.કોમ અને સીએનો અભ્યાસ પ્રથમ પ્રયત્ને પાસ કર્યા બાદ વર્ષ 2024 માં એલએલબીનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ સાથે વર્ષ 2024 માં સીએસનો એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ ક્લિઅર કરીને પ્રોફેશનલ પ્રોગ્રામ માટે તૈયારી કરી રહ્યો છું. આવનાર સમયમાં મલ્ટી ડિસીપ્લિનરી ફર્મ ખોલવા માટે અનેક ડિગ્રી મેળવી છે અને મારું સ્વપ્ન હું સફળ પણ કરીશ. મારા પિતા મહેશભાઇ ગ્રોસરીની દુકાન ચલાવે છે અને માતા મનિષાબેન હાઉસ મેકર છે. જેઓનો મને હંમેશા સર્પોટ રહ્યો છે.


  • Follow us on: