• ગોત્રીના બંસલ મોલ નજીક યુવકને માર્યો માર

  • 8 થી 9 લોકોએ યુવકને પકડીને માર્યો માર
  • સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ

સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા છેલ્લા કેટલાય સમયથી લુખ્ખા તત્વોનો ગઢ બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સંસ્કારી નગરી વડોદરામાં ખુલ્લી દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. જેમાં કેટલાંક લુખ્ખા તત્વો એક યુવાનને નિર્દયતાથી માર મારી રહ્યા હોવાનું જોઈ શકાય છે.


મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના ગોત્રી બંસલ મોલ પાસે એક યુવકને 8 થી 9 લોકો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. અગમ્ય કારણોસર યુવાનને માર મારવામાં આવ્યો હતો.

જોકે, જાણવા મળી રહ્યું છે કે યુવાનને મારનાર લોકો પણ યુવાનના ઓળખીતા જ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એટલે એવી ચર્ચાઓ ઉઠી રહી છે કે અંગત અદાવતમાં યુવાનને માર મારવામાં આવ્યો હોઇ શકે. જોકે, સામગ્ર મામલે હજુ સુધી કોઇ ફરિયાદ દાખલ કરાવવામાં નથી આવી. જોકે, આ વાયરલ વિડીયો જોઈને એ વાત તો ચોક્કસ છે કે શહેરમાં લુખ્ખા તતાવો જાહેરમાં યુવકને માર મારીને વડોદરા શહેર પોલીસને ખુલ્લો પડકાર આપી રહ્યા છે.


  • Follow us on: