પાવી જેતપુર ખાતે સંત આશીર્વાદ સંમેલન યોજાયું હતું. જેમાં જગદગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજ, માનસરોવર દાસજી મહારાજ સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.


છોટાઉદેપુર જિલ્લાના ભાજપના પ્રમુખ ઉમેશ રાઠવા દ્વારા સંત આશીર્વાદ સંમેલન યોજાયું હતું. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દેવાચાર્ય મહારાજ, અખિલ ભારત સંત સમિતિના ગુજરાત પ્રદેશના મહામંત્રી માનસરોવર દાસજી તેમજ અન્ય સંતો મહંતો, RSSના ક્ષેત્ર કાર્યવાહી યશવંત ચૌધરી, જિલ્લાના ત્રણે ધારાસભ્યો, સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં જગદગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજે જણાવ્યું હતું કે, સંતો 4 પ્રકારના હોય છે. જેમાં ગિરી, વન, ભારતી અને સાગર આવે છે. ભારતની ચારે દિશામાં 4 મઠની સ્થાપના કરી રાષ્ટ્રવાદી સંતો દ્વારા એકસૂત્રમાં પરોવીને રાષ્ટ્રનું રક્ષણ, ધર્મનું રક્ષણ એ આ સંતોની પરંપરા છે.

ભારતીય સંસ્કૃતિની વિદેશમાં બોલબાલા

હિન્દુત્વની વાત કરતા માનસરોવરદાસજીની વાતને ટાંકતા જણાવ્યું કે આજે આપણે માટે ગોલ્ડન પીરીયડ છે કારણકે વિદેશમાં પણ ભારતની અને ભારતીય સંસ્કૃતિની બોલબાલા છે. એટલે જ મિડલ ઇસ્ટના જે દેશમાં પહેલા અન્ય ધર્મનું પુસ્તક પણ નહતું લઈ જવાતું ત્યાં અમે પાઠ કર્યા છે. આજે હિન્દુ મંદિરો પણ બની ગયા છે. આ આપણી સરકારની શક્તિ અને મનોબળ છે. જે હાલના વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદીને આભારી છે.

રાષ્ટ્રીય સ્વયંમ્ સેવક સંઘે અમને ભાન કરાવ્યું

અમે તો અમારા સંપ્રદાયનો ધર્મનો પ્રચાર કરતા હતા. પણ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ છે. રામજન્મભૂમિ આંદોલન પછી સમાજમાં જે જાગૃતિ આવી સમજે વિચાર્યું કે આપણા દેશમાં આપણે પરાધીનતાથી જીવન જીવી રહ્યા છે. આપણે આપણા દેશમાં આપણા ઇષ્ટદેવની ઉપાસના નથી કરી શકતા, ધર્મસ્થાનોનું રક્ષણ નથી કરી શકતા.આપણા ગૌરવનું રક્ષણ નથી કરી શકતા.ત્યારે સંતો મેદાનમાં આવ્યા,સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદનું માર્ગદર્શન મળ્યું.

એક બાળક રાષ્ટ્રને, એક ધર્મને અને ત્રીજું પોતાની સેવામાં રાખો

સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશના મહામંત્રી માનસરોવરદાસજીએ કહ્યું કે, ત્રણ સંતાનો પેદા કરો.એક સંતાન રાષ્ટ્રને આપો, બીજું સંતાન ધર્મને આપો અને ત્રીજું સંતાન તમારી સેવામાં રાખો. તો જ સાચી દેશભક્તિ સ્થાપિત કરી શકાશે.


  • Follow us on: