• આણંદને હવે નવી ઓળખ પ્રાપ્ત થશે

  • ત્રણ મજલી બનનાર રેલવે સ્ટેશનના પાયાનું કામ વર્ષ 2021માં શરૂ થયું
  • આણંદ બુલેટ ટ્રેન રેલવે સ્ટેશન રાષ્ટ્રીય ધોરીમાર્ગ -64 સાથે જોડાયેલુ છે

આણંદ બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન દુધના ટીપાના આકારનું અને રંગનુ બનશે. ત્રણ મજલી બનનાર આણંદ રેલવે સ્ટેશનના પાયાનું કામ ડિસેમ્બર 2021માં શરૂ થયુ હતુ. જયારે હાલમાં કોન્કોર્સ સ્લેબ ટ્રેક સ્લેબ અને સ્ટ્રકચરલ સ્ટીલનું કામ 100 ટકા પુર્ણ થયુ હોવાનું બુલેટ ટ્રેન પ્રોજેકટના સત્તાવાળાઓએ જણાવ્યુ હતુ.

આણંદ શહેરને ભારતના દૂધના રાજ્ય તરીકે ઓળખાય છે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનનો અગ્રભાગ અને ઇન્ટિરિયર ડિઝાઇન દૂધના ટીપાંના પ્રવાહી સ્વભાવ, આકાર અને રંગથી પ્રેરિત છે, આણંદ બુલેટ ટ્રેન રેલવે સ્ટેશન રાષ્ટ્રીય ધોરીમાર્ગ -64 સાથે જોડાયેલુ છે.

પદયાત્રી પ્લાઝાની જગ્યાની સાથે કાર, દ્વિ-ચક્રીય, રિક્ષા અને બસ માટે સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં યાત્રીઓને લેવા અને મૂકવાનું અને પારકિંગ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ કરવામાં આવેલા લેવા અને મૂકવાના અલગ વિસ્તારથી ખાનગી અને જાહેર પરિવહન વાહનો માટે લેવા અને મૂકવાના સમયમાં ઘટાડો થશે અને સ્ટેશન ફેરકોર્ટમાં સરળતાથી અવરજવર થશે અને કામગીરીના પીક અવર્સમાં ગીચતામાં ઘટાડો થશે.

સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઉત્તરસંડા રેલવે સ્ટેશન હશે, જે સ્ટેશનથી લગભગ 600 મીટર પૂર્વમાં સ્થિત છે, જ્યારે સૌથી નજીકનું મુખ્ય સ્ટેશન નડિયાદ જંકશન રેલવે સ્ટેશન હશે, જે સ્ટેશનથી લગભગ 10 કિમી દૂર આવેલું છે. સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ હશે, જે 54 કિમી દૂર આવેલું છે, જ્યારે અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્ટેશનથી 70 કિમી દૂર આવેલું છે.

નિર્માણાધીન સ્ટેશનને આવવા-જવા માટેના પરિવહનના તમામ મૂળભૂત માધ્યમો સાથે સંકલન દ્વારા હબ તરીકે વિકસાવવામાં આવશે, જેથી સ્ટેશન પર આવવા-જવા માટે વધુ સારું, ઝડપી અને મુશ્કેલી વિનાનું જોડાણ મળી શકે.

આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની વિશેષતાઓ

આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુખ્ય વિશેષતાઓમાં? પ્લેટફેર્મની લંબાઈ - 415 મીટર ? સ્ટેશનની ઊંચાઈ - 25.6 મીટર ? કુલ બાંધકામની જગ્યા - 44,073 ચોરસ મીટર ? આ સ્ટેશન પર ત્રણ માળ (ભોંયતળિયું, કોનકોર્સ અને પ્લેટફેર્મ) હશે, ? જેમાં બે બાજુ પ્લેટફેર્મ અને વચ્ચે 4 રેલ્વેના પાટા હશે. આ તમામ આધુનિક અને અદ્યતન સાધનો અને સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ટિકિટ લેવાની જગ્યા અને પ્રતીક્ષાલય, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, આરામગૃહ, માહિતી કેન્દ્રો, રિટેલ સેન્ટર્સ વગેરે હશે. તદુપરાંત, કુદરતી પ્રકાશ માટે છત અને બાહ્ય બાજુઓ પર અવકાશી પ્રકાશની જોગવાઈઓ હાજર રહેશે.


  • Follow us on: