• તેઓએ તાજેતરમાં લીમ્કા બુક ઑફ રેકૉર્ડ માટે પણ નોંધણી કરાવી છે
  • આર્ટિસ્ટ ઉદય કોરડેએ ગુજરાત ટાઈટનની ટીમ માટે પણ ચિત્ર બનાવ્યું
  • કેપ્ટન હાર્દિક પંડ્યા અને ગુજરાત ટાઈટન ગ્રુપનું સિમ્બોલ પેઇન્ટિંગમાં આવરી લેવાયું


વડોદરા : વડોદરા શહેરના કૉફી આર્ટિસ્ટ ઉદય ઉલ્હાસ કોરડેએ છેલ્લા 4 વર્ષમાં 300થી વધારે કૉફી પેઇન્ટિંગ બનાવ્યા છે. જેમાં ક્રિકેટર સચિન તેંડુલકર, કિરણ મોરે, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ અને નયન મોંગિયાનો સમાવેશ થાય છે. જે દરેક ક્રિકેટરને આર્ટિસ્ટે હાથો હાથ પેઇન્ટિંગ આપ્યા છે. ટાટા IPLની ફાઇનલ મેચ 29મે ના રોજ અમદવાદ ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજના સમયે યોજાવાની છે.

 ત્યારે શહેરના કૉફી આર્ટિસ્ટ ઉદય ઉલ્હાસ કોરડેએ ગુજરાત ટાઈટન ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ગુજરાત ટાઈટન ગ્રુપના સિમ્બોલને આવરી લેતું કૉફી પેઇન્ટિંગ બનાવ્યું છે. જે પેઇન્ટિંગ ટીમના સભ્યો સાથે કેપ્ટન હાર્દિક પંડ્યાને આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કૉફી આર્ટિસ્ટ ઉદય ઉલ્હાસ કોરડેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અને તેઓએ તાજેતરમાં લીમ્કા બુક ઑફ રેકૉર્ડ માટે પણ નોંધણી કરાવી છે.

  • Follow us on: