ગરૂડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા. જેમાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના આદિવાસીઓ દ્વારા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને લઈને આવેદનપત્ર આપ્યું હતું.


નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં NHPC અને GHPCના સંયુકત ઉપક્રમે વીજ ઉત્પાદન કરવાનો પ્રોજેક્ટ પરીયોજનાનું કામ છેલ્લા ત્રણ માસથી સર્વેનું કામ ચાલુ કરાયું હતું. જે પ્રોજેક્ટથી નસવાડી તાલુકાના ગામોની જમીનો, સરકારી, જંગલ ખાતાની, ખાનગી માલિકીની જમીનો સંપાદન કરવાના છે. જેમાં ડુંગરાળ વિસ્તારમાં આ પ્રોજેક્ટથી આદિવાસીઓની જમીનો છીનવાઈ જવાની છે. તેઓને વિસ્થાપિત થવાનો વારો આવશે. ખાનગી કંપની કે, સરકાર જમીનોના બદલે કોઈ લાભ અપાશે કે, નહીં તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. આ પ્રોજેકટથી 18 જેટલા ગામોના લોકોમાં વિસ્થાપિત થવાની દહેશત ફેલાઈ ગઈ છે. જેમાં (1) ઘેસવાડી (2) રણબોર (3)સાંકળ પી (4) માથાજુલધાણી (5) બુધાજુલધાણી (6) આમતા (7) નિશાના (8) ઉંડેટ (9) વાડિયા (10) ખોખરા (11) સાંકડીબારી (12) કુંડા (13) પીપલવાણી (14) ગનીયાબારી (15) છોટીઉંમર (16) ખેંદા (17) કુપ્પા (18) ડબ્બા વગેરેની જૂથ ગ્રામ પંચાયતો પછી રૂઢિગત ગ્રામસભાઓની મજુરી વગર સર્વેની કામગીરી ચાલુ કરાઇ હતી.

આ પ્રોજેક્ટ માટે માપણીના સમયે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે બે દિવસ સુધી સ્થળ પર આવ્યા હતા. ગરીબ આદિવાસીઓને ડર, ભય, દહેશતમાં રાખેલા હતા. પરંતુ આદિવાસીઓની એકતાથી સર્વેની કામગીરી થઇ શકી ન હતી. આજે તેને એક માસ જેટલો સમય થયો છે. પરંતુ આ પ્રોજેક્ટ તા.24-4-25 અને તા.25-4-25નું કામ શરુ કરવાનું પડતું રાખેલ છે કે, નહી તેની વિગતો સરકાર દ્વારા કે, કંપની દ્વારા જાહેર કરાઇ નથી. સરકારનો એન.એચ.પી.સી પ્રોજેક્ટ કોઈપણ સંજોગોમાં કરવા દેવાના નથી. આ પ્રોજેક્ટ બંધ કરવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે.

પ્રોજેક્ટ સદંતર બંધ કરવાના કામમાં મદદની માગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

હાઇડ્રો પ્રોજેક્ટ કાયમ માટે રદ કરાયો છે, કે કેમ ? તે અંગે માહિતી નથી અપાતી

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમા હાઇડ્રો પ્રોજેક્ટનો સર્વે ચાલી રહ્યો હતો. લગભગ એક મહિનો થયો છે. હાલ તો તે બંધ થયો છે. પરંતુ પાછો ક્યારે પણ ચાલુ થઈ શકે છે. બધા લોકો ભયમાં છે. એટલે આવેદનપત્ર આપ્યું છે. એટલે અમે શક્તિસિંહ ગોહિલ સાહેબને સંસદમાં રજૂઆત કરે અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને ધારાસભ્ય અનંત પટેલને વિધાનસભામાં રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી. આ પ્રોજેક્ટ કાયમ માટે રદ કરાયો છે કે, નહી તેની વિગત આપવામાં નહી આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. આંદોલન માટે અમે તમામ તૈયારી કરીને બેઠા છે. - પીન્ટુ ડું.ભીલ, સ્થાનિક આદિવાસી આગેવાન.


  • Follow us on: