વડોદરા જિલ્લામાં 90.86 ટકા એન.એફ.એસ.એ. કાર્ડનું વેરિફ્કિેશનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેમાંથી 76.28 રાશનકાર્ડના સભ્યોનું વેરિફ્કિેશન પણ થઇ ગયું છે.
અન્ન સુરક્ષા યોજના હેઠળ લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી કરવા માટેની કામગીરી ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરાયેલ 'માય રેશન' નામની મોબાઇલ એપ્લિકેશન ઉપર લાભાર્થીઓ પોતાનું રેશનકાર્ડ અને તેની વિગતો ઘરે બેઠાં જાણી શકે છે. આ ઉપરાંત, પોતાનું ઈ-કેવાયસી થઈ ગયું છે કે નહીં ? તેની જાણકારી પણ મેળવી શકે છે. આ માય રેશન એપની મદદથી એક દેશ એક રેશનકાર્ડ યોજના અંતર્ગત રાજ્ય બદલાવા છતાં પણ યોગ્ય લાભાર્થીને અનાજનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા છે. જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં લાભાર્થીઓને ઈ-કેવાયસી કરવાની પ્રક્રિયા હાથ ધરાયેલી છે.લાભાર્થીઓએ પોતાના આધારકાર્ડ સાથે નજીકની રેશન દુકાન કે ગ્રામ પંચાયત કચેરી ખાતે જઈને ઈ-કેવાયસી પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવી જરૂરી છે. આમ તો, વડોદરા જિલ્લામાં 90.86 ટકા એન.એફ.એસ.એ. કાર્ડનું વેરિફિકેશન પૂર્ણ થઇ ગયું છે અને તેમાંથી 76.28 રાશનકાર્ડના સભ્યોનું વેરિફ્કિેશન થઇ ગયું હોવાનું જાણવા મળે છે.










