ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. હાલમાં ભારે ગરમીના કારણે અનેક શહેરોનું તાપમાન વધી રહ્યું છે. સાથે જ વધુ પડતા તાપ અને પરસેવાને કારણે હીટ સ્ટ્રોક, ડિહાઈડ્રેશન જેવી બીમારી થઈ શકે છે. ડિહાઇડ્રેશન એટલું ખતરનાક છે કે તે હૃદય પર અસર કરે છે અને કાર્ડિયાક અરેસ્ટનું કારણ બને છે જે મૃત્યુનું જોખમ ઊભું કરે છે. ત્યારે હવે વડોદરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.


ગરમીથી યુવકનું મોત થયાની શંકા

વડોદરામાં ગરમીને કારણે એક યુવકનું મોત થયું હોવાની શંકા સામે આવી રહી છે. બપોરે ઘરમાં સુવા જતા અચાનક યુવાન ઢળી પડ્યો હતો. હોસ્પિટલ લઇ જતા યુવકને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

હોસ્પિટલ લઇ જતા તબીબે યુવકને મૃત જાહેર કર્યો

વડોદરામાં ગરમીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે પાણીગેટ બાવચા વાડની એક ચોંકાવનારી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. 22 વર્ષીય યુવકનું ગરમીના કારણે શંકાસ્પદ મોત થયું હોવાની માહિતી સામે આવી છે. આ યુવકનું નામ રાજ કહાર છે. ગત બપોરે ઘરમાં સુવા જતા અચાનક યુવાન ઢળી પડ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ લઇ જતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

ઉનાળામાં આ વાતનું ખાસ ધ્યાન રાખો

તમને જણાવી દઈએ કે, આ ઉનાળાની ઋતુમાં સૌથી મોટી સમસ્યા ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપ છે. ડિહાઇડ્રેશન એટલું ખતરનાક છે કે તે હૃદય પર અસર કરે છે અને કાર્ડિયાક અરેસ્ટનું કારણ બને છે, જે મૃત્યુનું જોખમ ઊભું કરે છે. આ ઉનાળાની ઋતુ માં મોટાભાગના કેસ ડીહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઉણપને કારણે થાય છે. હીટ વેવને કારણે હીટ સ્ટ્રોકને કારણે પણ આવું થાય છે. હીટ સ્ટ્રોકના કારણે શરીરમાં નબળાઈ, અચાનક બેહોશી અને થાક જેવી સમસ્યાઓ થાય છે.


  • Follow us on: